Western Times News

Gujarati News

પેટ્રોલ અને ડીઝલ ઉપર હવે બીજાે વિકલ્પ વિચારો : ગડકરી

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલની કિંમતો ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઈ છે. એવામાં સરકાર કિંમતોમાં ઘટાડો કરવાની વાત તો દૂર રહી, બીજા વિકલ્પ વિચારવાની વકીલાત કરી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વૈકલ્પિક ઈંધણની વકીલાત કરતા મંગળવારે કહ્યું કે, હવે તેનો સમય આવી ગયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, વિજળીને ઈંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જે આવનારા સમય માટે શુભ સંકેત છે. નીતિન ગડકરીએ કહ્યું કે, અમારું મંત્રાલય વૈકલ્પિક ઈંધણ પર જાેરશોરથી કામ કરી રહ્યું છે. મારું સૂચન છે કે, હવે દેશમાં વૈકલ્પિક ઈંધણનો સમય આવી ગયો છે. હું પહેલેથી જ ફ્લુઅલ માટે ઈલેક્ટ્રિસિટીને મહત્વ આપવાની વાત કરી રહ્યો છું, કેમકે આપણી પાસે સરપ્લસ વિજળી છે.

ગડકરીએ કહ્યું કે, દેશમાં પહેલેથી ૮૧ ૮૧ ટકા લીથિયમ-આયન બેટરીઝ બની રહી છે. તે સાથે જ હાઈડ્રોજન ફ્લુઅલ સેલ્સને પણ વિકસિત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. એવામાં અમારું માનવું છે કે, હવે ઈંધણના નવા વિકલ્પનો યોગ્ય સમય આવી ગયો છે. લીથિયમ આયન બેટરીના ક્ષેત્રમાં હજુ ચીન જેવા દેશોનો દબદબો છે, પરંતુ ભારત સરકાર પણ ઈંધણના વિકલ્પને લઈને ઝડપથી કામ કરી રહી છે અને આ ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવવા ઈચ્છે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.