Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે પણ સતત વધારો નોંધાયો

નવીદિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે ૩૦ માર્ચ ૨૦૨૨ના રોજ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ બંનેના ભાવમાં ૮૦-૮૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થતાં હવે પેટ્રોલ ૧૦૧ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે.

દેશભરમાં મોંઘા પેટ્રોલથી લોકો પરેશાન છે, લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર વેચાઈ રહ્યું છે. દરમિયાન, ફુગાવો છેલ્લા ૯ દિવસથી તેલના ભાવને અસર કરી રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં હવે પેટ્રોલની કિંમત ૧૦૧.૦૧ રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડિઝલની કિંમત ૯૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. મહેરબાની કરીને નોંધ કરો કે સ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડિઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. દેશના ચાર મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડિઝલ સૌથી મોંઘા છે.

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૧૩૯ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી, જેની અસર હવે ભારતમાં જાેવા મળી રહી છે. જાે કે, હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે.

પરંતુ હવે રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો સતત વધી રહી છે. ૨૨ માર્ચથી અત્યાર સુધીમાં એટલે કે ૯ દિવસમાં ૮ વખત ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલ વાહન ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ભાવ વધવાની પ્રક્રિયા હજુ અટકવાની નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.