પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૨૦-૨૦ પૈસાનો વધારો
અમદાવાદ: ગુજરાતમાં ઈંધણના ભાવમાં ફરી ધરખમ વધારો જાણીલો કેટલા રૂપિયા મોંઘું થયું પેટ્રોલ ડીઝલ આજે ફરીથી મોટા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં ફરી ઈંધણના ભાવ વધતા લોકો મોંઘવારીનો બેવળો માર સહન કરી રહ્યા છે, પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૦-૨૦ પૈસાનો વધારો જાેવા મળ્યો હતો. જેને લઈ આજે પેટ્રોલનો ભાવ ૯૪.૬૮ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે.
જ્યારે ડીઝલની કિંતમમાં ૯૫.૧૨ પ્રતિ લિટર રૂપિયાનો વધારો થયો છે, મહત્વનું તો એ છે કે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત જાેવા મળી રહ્યા છે જ્યારે માત્ર અમદાવાદ શહેરમાં ઈંધણની કિંમતોમાં ભાવ વધારો કરાતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આંતરરાષ્ટ્રિય બજારમાં કાચું તેલ સતત મોંઘું થઈ રહ્યું છે. આ કારણે ઘરેલૂ બજારમાં ઈંધણની કિંમતો વધી રહી છે. તેલ કંપનીઓ ઈંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ૧૫ દિવસમાં કાચા તેલના ભાવ અને ડોલરના આધારે રૂપિયાની સ્થિતિના આધારે નક્કી કરે છે.
પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ મોટો ટેક્સ વસૂલે છે. આ સિવાય ઈંધણને પેટ્રોલ પંપ સુધી પહોંચાડવા માટે ખર્ચથી લઈને ડીલરના કમિશન સુધીનો ભાર સામાન્ય માણસ પર આવે છે. દિલ્હીની વાત કરીએ તો અહીં કેન્દ્ર સરકાર પ્રતિ લિટર ૩૪.૮૦ ટકા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે તો રાજ્ય સરકાર ૨૩.૮૦ ટકા ટેક્સ વસૂલે છે. ડીઝલની વાત કરીએ તો કેન્દ્ર સરકાર ૩૭.૨૪ ટકા અને રાજ્ય સરકાર ૧૪.૬૪ ટકા ટેક્સ વસૂલે છે.
વૈશ્વિક બજારમાં ગયા વર્ષે કિંમતોમાં ઘટાડો જાેવા મળ્યો હતો તો કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાનો ર્નિણય લીધો હતો. આજે ૨૫ જૂને દિલ્હીમાં પેટ્રોલ ૯૭.૭૬ ભાવ પ્રતિ લિટર જ્યારે ડીઝલ ભાવ ૮૮.૩૦ પ્રતિ લિટર પહોંચ્યા છે દેશમાં ગુરુવારે પેટ્રોલમાં ૨૬ પૈસા તો ડીઝલમાં ૨૭ પૈસાનો ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો
પરતું આજે કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. મોટા રાજ્યો દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રતિ લીટરમાં આ પ્રકારની છે. દેશના ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. મેટ્રો શહેરોમાં પણ કિંમતોમાં ધરખમ વધારો ઝીંકાયો છે.