પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામેના દેખાવોમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સામેલ ના થયા
નવીદિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં દેખાવોનુ આયોજન કરવામાં આવ્યુ હતું. વિવિધ પેટ્રોલ પંપોની બહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પ્રદર્શન કર્યું હતું.જાેકે આ દેખાવોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા નથી. જાેકે રાજસ્થાનના નેતા સચિન પાયલોટ આ દેખાવોમાં જાેડાયા છે. જે રાહતની વાત છે. કારણકે આ રીતે પાયલોટે પોતે કોંગ્રેસ નથી છોડવાના તેવો સંદેશો આપ્યો હોવાનુ મનાય છે. આ સિવાય બીજા વરિષ્ઠ નેતાઓ પણ અલગ અલગ શહેરોમાં પ્રદર્શન કરી રહ્યા છે.
દિલ્હીમાં કોંગ્રેસે આક્રોશ દિવસ મનાવવાનુ નક્કી કર્યુ છે.અહીંયા બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ પગપાળા માર્ચ કરી હતી. દિલ્હીમાં દેખાવો દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે, યુપીએ શાસન કરી રહી હતી ત્યારે પેટ્રોલ અને ડિઝલ પર માત્ર ૯.૨૦ રૂપિયા ટેક્સ નાંખ્યો હતો. મોદી સરકારના શાસનમાં ટેક્સ વધીને ૩૨ રૂપિયા થયો છે. અમે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી પાછી ખેંચવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટીના તમામ મોટા નેતાઓએ પ્રદર્શનમાં ભાગ લીધો છે પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જાેડાયા નથી. પ્રિયંકા ગાંધી હાલમાં સિમલા ખાતે પોતાના ઘરે વેકેશન પસાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી જાેકે આ દેખાવોમાં કેમ નથી જાેડાયા તે અંગે અટકળો થઈ રહી છે.