Western Times News

Gujarati News

પેટ્રોલ-ડિઝલની એક્સાઈઝ આવકમાં ૪૮ ટકાનો વધારો

નવી દિલ્હી, કોરોનાના વર્ષમાં આર્થિક મંદીના કારણે અન્ય તમામ વેરા આવકોમાં ઘટાડો થયો છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી જંગી એક્સાઇઝને કારણે સરકારની એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો જંગી વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર- ૨૦૨૦ના સમયગાળામાં સરકારને એક્સાઇઝ ડ્યૂટી પેટે ૧,૯૬,૩૪૨ કરોડની આવક થઇ હતી. ગયાં વર્ષના આ જ સમયગાળામાં આ આવક ૧,૩૨,૮૯૯ કરોડ હતી એમ કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસના ડેટામાંથી જાણવા મળ્યું છે. વાસ્તવમાં કોરોના વર્ષમાં ડીઝલનું વેચાણ એક કરોડ ટન ઘટ્યું હતું તેમ છતાં તેના પર જંગી એક્સાઇઝને લીધે સરકારને ફાયદો થયો છે.

એપ્રિલથી નવેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં ડીઝલનો વપરાશ ૪.૪૯ કરોડ ટન હતો. જે ૨૦૧૯માં આ જ સમયગાળા્‌માં ૫.૫૪ કરોડ ટન હતો. એ જ રીતે આ સમયગાળમાં પેટ્રોલનો ઉપાડ ૧.૭૪ કરોડ ટન રહ્યો હતો જયારે ૨૦૧૯માં તે ૨.૦૪ કરોડ ટન હતો. સરકારે પેટ્રોલ અને ડીઝલને હજુ જીએસટીમાં સમાવ્યાં નથી. તેના પરની એક્સાઇઝ ડ્યૂટી કેન્દ્ર સરકારને મળે છે અને વેટ રાજ્યોને મળે છે.

વિશ્વભરમાં મંદીને કારણે ક્રૂડમાં કડાકો બોલી ગયો હતો તે છતાં પણ સરકારે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડવાને બદલે તેના પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.