પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આજે કોઈ વધારો ન કરાયો
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે સામાન્ય જનતાને થોડીક રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં આજે કોઈ વધારો નથી કર્યો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલની કિંમતો સ્થિર છે. આ ઉપરાંત ડીઝલની કિંમતોમાં પણ અનેક દિવસોથી કોઈ ફેરફાર નથી જાેવા મળ્યા. દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૯.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે.
૪ મે બાદથી ઈંધણની કિંમતોમાં સતત તેજીનું વલણ જાેવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં ૧૫ ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જાેવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૯.૪૩ રૂપિયા સુધી વધી ચૂક્યા છે.
દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ પ્રમાણે છે. દિલ્હી- પેટ્રોલ ૯૯.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૬ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૫.૯૨ રૂપિયા અને ડીઝલ ૯૬.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૧૦૦.૭૫ રૂપિયા અને ડીઝલ ૯૩.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૯.૮૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક ઇજીઁ સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક ૐઁઁિૈષ્ઠી લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.