પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

File photo
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ક્રુડ ઓઈલના ભાવમાં થયેલ ઘટાડાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છેઅને પેટ્રોલ-ડીઝલના વિક્રેતાઓનું માનવુ છે કે જા ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતો જશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ ઘટાડો થશે. આજે પેટ્રોલના લીટરના ભાવમાં રૂ.ર૬૬ તથા ડીઝલના ભાવ લીટરે રૂ.ર.૩૩ નો ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં પેટ્રોલ- ડીઝલના લીટરના ભાવ રૂ.૭૦ની આસપાચસ જાવા મળી રહ્યા છે.
આજે અમદાવાદમાં પેટ્રોલના લીટરના ભાવ રૂ.૬૭.૮૪ તથા ડીઝલના લીટરના રૂ.૬પ.૯૪ પૈસા, રાજકોટમાં પેટ્રોલ લીટરના ૬૭.૮૦ પૈસા, ડીઝલના ૬૬.૭૬ પૈસા, ભાવનગરમાં પેટ્રોલ ૬૯.૧૧ તથા ડીઝલના ૬૭.ર૦ નોંધાયા છે. છેલ્લા ૮ મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ આ ઘટાડો ભવિષ્યમાં વધુ થશે.