Western Times News

Gujarati News

પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાના પગલાં તરીકે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપનો સ્પષ્ટ ઈન્કાર

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે અત્યાર સુધીના ઉચ્ચસ્તરે પહોંચેલા પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાના પગલાં તરીકે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઈંધણો પર અપાયેલી ભારે સબસિડીના બદલામાં કરવામાં આવી રહેલી ચૂકવણીના કારણે તેમના હાથ બંધાયેલા છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી ગત યુપીએ સરકારમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અને કેરોસિનનું વેચાણ તેના વાસ્તવિક ખર્ચ કરતા ઘણા ઓછા ભાવે કરાયું. ત્યારની સરકારે આ ઈંધણોને સસ્તા ભાવે વેચવા માટે કંપનીઓને સીધી સબસિડી આપવાની જગ્યાએ ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના તેલ બોન્ડ જાહેર કર્યા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયા હતા. આ તેલ બોન્ડ હવે મેચ્યોર થઈ રહ્યા છે. સરકાર આ બોન્ડ પર વ્યાજ પણ આપી રહી છે.

સીતારમણે કહ્યું કે ‘જાે મારા પર ઓઈલ બોન્ડનો બોજાે ન હોત તો આ ઈંધણો પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવાની સ્થિતિમાં હોત. ગત સરકારે ઓઈલ બોન્ડ બહાર પાડીને અમારું કામ મુશ્કેલ બનાવી દીધુ. હું જાે કઈ કરવા ઈચ્છું તો પણ ન કરી શકું કારણ કે હું ઘણી મુશ્કેલીથી ઓઈલ બોન્ડ માટે ચૂકવણી કરી રહી છું.’ સીતારમણે કહ્યું કે ગત સાત વર્ષો દરમિયાન ઓઈલ બોન્ડ પર બધુ મળીને ૭૦,૧૯૫.૭૨ કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના બહાર પડાયેલા બોન્ડ પર ફક્ત ૩૫૦૦ કરોડ રૂપિયાની મૂળ રાશિની ચૂકવણી થઈ છે. બાકીના ૧.૩૦ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી ૨૦૨૫-૨૬ સુધી કરવાની છે.

નાણામંત્રીએ કહ્યું, સરકારને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા, ૨૦૨૩-૨૪ માં ૩૧,૧૫૦ કરોડ રૂપિયા, અને તેના આગામી વર્ષમાં ૫૨,૮૬૦.૧૭ કરોડ તથા ૨૦૨૫-૨૬ માં ૩૬,૯૧૩ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. તેમણે કહ્યું કે વ્યાજ ચૂકવણી અને મૂળ રાશિને પરત કરવામાં મોટી રકમ જઈ રહી છે, આ બેકારનો બોજાે મારા પર છે. અત્રે જણાવવાનું કે સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીને ગત વર્ષ ૧૯.૯૮ રૂપિયાથી વધારીને ૩૨.૯ રૂપિયા પ્રતિ લીટર કરી નાખી છે.

પેટ્રોલિયમ અને પ્રાતિક ગેસ મંત્રી રામેશ્વર તેલીએ ગત મહિને સંસદમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલથી ટેક્સ પ્રાપ્તિ ૩૧ માર્ચ સુધીમાં ૮૮ ટકા વધીને ૩.૩૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ જે એક વર્ષ પહેલા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.