પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ દિવસમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે સતત ૨૦મા દિવસે પણ કોઈ વધારો નથી કરવામાં આવ્યો. જેના કારણે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ભાવ સ્થિર બનેલા છે. આ પહેલા ગત મહિનામાં કુલ ૧૪ દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા. જેને કારણે તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નાણા મંત્રી ર્નિમલા સીતારમણ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસથી લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેર્ન્લ પ્રધાન સુધી તમામ લોકોએ ઈંધણના ભાવ વધવાને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
ગત સપ્તાહે નાણા મંત્રીએ ભલે ભલામણ કરી હોય કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવી જાેઈએ અને તેને લઈને જીએસટી કાઉન્સિલમાં ચર્ચા થવી જાેઈએ. એવામાં જાે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો કિંમતોમાં લગભગ ૨૫ રૂપિયા સુધી ઘટાડો જાેવા મળી શકે છે. સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે.
આ માંગ બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે જાે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે છે તો તેનાથી કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોને ફાયદો મળશે. આ ઉપરાંત દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને વિધાનસભામાં કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની પોતાની માંગ રજૂ કરી ચૂક્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એસપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.