પેટ્રોલ-ડીઝલના ભાવ ૨ દિવસમાં ૨ રૂપિયા સુધી મોંઘા થયા

નવીદિલ્હી: હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાેરદાર વૃદ્ધિ જાેવા મળી રહી છે. માત્ર જૂન મહિનાના ૧૨ દિવસની વાત કરીએ તો આ સમયગાળામાં જ પેટ્રોલ લગભગ ૨ રૂપિયા મોંઘું થઈ ગયું. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ માં ૨૭ પૈસા પ્રતિ લીટર, બીજી તરફ ડીઝલની કિંમતમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જૂન મહિનાના ૧૨ દિવસમાં જ પેટ્રોલ ૧.૬૩ રૂપિયા મોંઘું થયું. બીજી તરફ, ડીઝલની વાત કરીએ તો તેમાં ૧.૬૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૬.૧૨ રૂપિયા અને ડીઝલ ૮૬.૯૮ રૂપિયા પ્રતિ લીટર છે.,,મુંબઈ- પેટ્રોલ ૧૦૨.૩૦ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૯ રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ ૯૭.૪૩ રૂપિયા અને ડીઝલ ૯૧.૬૪ રૂપિયા પ્રતિ લીટર છે., કોલકાતા- પેટ્રોલ ૯૬.૦૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે.જયારે જયપુર- પેટ્રોલ ૧૦૨.૭૩ રૂપિયા અને ડીઝલ ૯૫.૯૨ રૂપિયા પ્રતિ લીટર, ભોપાલ- પેટ્રોલ ૧૦૪.૨૯ રૂપિયા અને ડીઝલ ૯૫.૬૦ રૂપિયા પ્રતિ લીટર,શ્રીગંગા નગર- પેટ્રોલ ૧૦૭.૨૨ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૦૫ રૂપિયા પ્રતિ લીટર,રેવા- પેટ્રોલ ૧૦૬.૫૧ રૂપિયા અને ડીઝલ ૯૭.૬૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવ છે