પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈપણ વધારો નહીં

Files Photo
મુંબઈ, સતત ચાર દિવસ ભાવમાં વધારો થયા બાદ આજે (૧૮-૧૦-૨૦૨૧) સોમવારે પેટ્રોલ ડીઝલની કિંમત આખા દેશમાં સ્થિર રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી અંગે ગઈકાલે એટલે કે રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૫.૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૫૭ રૂપિયા છે. મુંબઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ૧૧૧.૭૭ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૨.૫૨ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતાની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ૧૦૬.૪૩ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૭.૬૮ રૂપિયા પ્રતિ લીટર છે.
જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલ ૧૦.૩.૦૧ રૂપિયા અને ડીઝલ ૯૮.૯૨ રૂપિયા પ્રતિ લીટર છે. હાલ દેશમાં જે ભાવે પેટ્રોલ મળી રહ્યું છે તેથી ૩૩% મોંઘું છે. વિમાનમાં વપરાતા ATFની કિંમત નવી દિલ્હીમાં ૭૯,૦૨૦.૧૬ પ્રતિ કિલોલીટર અથવા ૭૯ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશમાં પેટ્રોલનો સૌથી વધારે ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. અહીં પેટ્રોલ ૧૧૭.૮૬ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલ ૧૦૫.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે.
આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જાેડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે.
દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન ખૂબ ઓછું છે. આથી જ ૭૦ ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે. આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ ૮૫ ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે.SSS