પેટ્રોલ-ડીઝલની માફક હવે સીએનજીની હોમ ડિલિવરી
સરકાર કંપનીઓને જલદી સીએનજીની હોમ ડિલિવરીની પરવાનગી આપી દેશેઃ પેટ્રોલિયમપ્રધાન ધમેન્દ્ર પ્રધાન |
નવી દિલ્હી, ગાડીમાં સીએનજી ભરાવવા માટે લાંબી લાઇનો લાગે છે. કલાકો સુધી ઉભા રહ્યા બાદ લોકોનો નંબર આવે છે. પરંતુ હવે તમને જલદી જ આ ઝઝંટમાંથી છુટકારો મળવાનો છે. ખાણીપીવી અથવા ઘરેલૂ સામાનની માફક હવે સીએનજીની પણ હોમ ડિલીવરી શરૂ થવા જઇ રહી છે. બસ એક ફોન કોલ પર તમારી જરૂર અનુસાર સીએનજી તમારા ઘર સુધી પહોંચી જશે.
જોકે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની માફક હવે સીએનજીની હોમ ડિલિવરી શરૂ કરવા જઇ રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાન અનુસાર, સરકાર કંપનીઓને જલદી સીએનજીની હોમ ડિલિવરીની પરવાનગી આપશે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલની માફક સીએનજીની હોમ ડિલિવરીની પણ યોજના બનાવી છે. તેના પર કામ શરૂ કરી દીધું છે અને જલદી જ કંપનીઓને તેની પરવાનગી આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઘરેબેઠાં સીએનજી મંગાવવાની સુવિધા એક કોલ પર મળશે. મોબાઇલ ડિસ્પેંસર દ્વારા લોકોને ડોર સ્ટેપ સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલીવરી પહેલાં જ શરૂ થઇ ચૂકી છે.
ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ માર્ચ ૨૦૧૮માં ચેન્નઇમાં ડીઝલની હોમ ડિલીવરી શરૂ કરી હતી. આ સેવાની શરૂઆત એક મોબાઇલ ડિસ્પેંસર દ્વારા કરવામાં આવી છે. ઘરે ઘરે ડીઝલ પહોંચાડવા માટે સર્વિસની શરૂઆત ઇન્ડીયન ઓઇલે કરી હતી. ડીઝલ લેનાર ગ્રાહક એક મોબાઇલ એપ ઇીpર્જી ટ્ઠpp દ્વારા ઓછામાં ઓછા ૨૦૦ લીટર ડીઝલ સુધી ઓર્ડર કરી શકે છે.