Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો મોંઘવારી વધારે તેવી શક્યતા

File photo

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા નવ દિવસથી વધી રહ્યાં છે. જેને લઈને નાગરિકોમાં તીવ્ર પ્રત્યાધાત પડી રહ્યાં છે. લોકડાઉનના બે મહિના કરતા વધારે સમય પછી અનલોક-૧ની શરૂઆત થતા જ માર્ગો ટ્રાફિકથી ધમધમી ઉઠ્યા છે. લાખો-કરોડો વાહનો રોડ પર ફરતા થયા છે. ઈગભગ બે મહિના ગુજરાત સહિત દેશભરમાં બધું ઠપ હતું. લોકોને પોતાના વાહનો ચાર્જ કરવા બહાર નીકાળવા પડ્યા હતા. તે સિવાય વાહનોનો વપરાશ ઘટ્યો હતો. તેવી જ રીતે બસો-ઓટોરીક્ષાઓ બંધ હતી પરિણામે નાગરિકોના ટ્રાન્સપોર્ટેશનના રૂપિયા બચ્યા હતા. લોકડાઉનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો ન હતો.

લોકડાઉન ખુલતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવ નવ દિવસથી સતત વધી રહ્યાં છે. જેને કારણે આગામી દિવસોમાં મોંઘવારીમાં વધારો થાય તેવી શકયતાઓ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સામાન્ય રીતે માલ-સામાનના હેરફેર કરતી ટ્રાન્સપોર્ટની કંપનીઓ ભાવમાં વધારી કરી દેશે  જેથી માલ-સામાનના ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધતા તમામ ચીજવિસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

ખાસ કરીને હવે, ધીમે ધીમે રાજ્યો-રાજ્યો વચ્ચેનો વ્યવહાર આગામી દિવસોમાં પૂર્વવત થશે તેથી માલસામાન લઈને આવતી-જતી ટ્રકોના માલિકો તેમના પરિવહન ખર્ચમાં વધારો થતા તેમના ભાવ વધારશે તેથી વિવિધ પ્રોડક્ટોનું ઉત્પાદન કરતી કંપનીઓ પર બોજા આવતા તેઓ તેમની ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરશે. તો શાકભાજીના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો થાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે.

હાલમાં વૈશ્વિક સ્તરે બેરલ દીઠ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા જાઈએ તેમ નિષ્ણાંતો માની રહ્યાં છે. આવા સંજાગોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. તે આશ્ચર્યજનક વાત મનાય છે. અલબત્ત તેની પાછળ અન્ય કારણો હોઈ શકે છે. પેટ્રોલ-ડીઝલને અંકુશ મુક્ત કરતા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધઘટ થતા તેની અસર ભારતીય બજાર પર થતી હોય છે. અને આ અગાઉના વર્ષોમાં તે જાવા મળ્યું હતું. પરંતુ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી દેશનો સામાન્ય નાગરિક હેરાન પરેશાન થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી ધંધા-પાણી બંધ હતા. વળી નોકરિયાત વર્ગને પગાર થયો છે તેમાં કાપ મૂકીને આપવામાં આવ્યો છે. જ્યારે અમુક સ્થાનો પર તો લોકડાઉનમાં નહીં આવનારાઓને પગાર થયો નથી. આવી પરિસ્થિતિમાં   પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે

ત્યારે પ્રજા સામે નવો પડકાર ઉભો થયો છે. હાલમાં નાગરિકો નવો બોજ સહન કરવાની સ્થિતિમાં   નથી. તો સામે પક્ષે સરકારને પણ છેલ્લા બે મહિનાથી આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ધંધા-પાણી ઠપ રહેતા કરવેરાની આવક ઘટી છે. તેથી સરકારોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કેટલેક અંશે રાહતરૂપ બની શકે છે. જા કે અનલોક-૧ની જાહેરાત પછી ક્રમશઃ જનજીવન થાળે પડી રહ્યું છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બજારો ખુલ્યા છે. પરંતુ ઘરાકી જાઈએ તેવી નથી. વળી જુલાઈ-ઓગસ્ટ ચોમાસાના મહિના હોવાથી આ સમયગાળો ધંધા-પાણી માટે નિરસ ગણાય છે. તેથી ઓગસ્ટ પછી અર્થતંત્રની ગાડી પાડે ચઢે તેમ મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.