Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલમાં લિટરે ૫થી ૬ રૂપિયાનો વધારો થઈ શકે

Files Photo

નવી દિલ્હી, સરકારે કેટલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર કરી દીધા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હોવાથી ભારતીય કંપનીઓએ પણ ઇંધણ મોંઘું કરવું જ પડશે.

એનાલિસ્ટ્‌સના જણાવ્યા મુજબ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ એટલું મોંઘું થઈ ગયું છે કે તેની અસરને સરભર કરવા માટે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ઓછામાં ઓછા પાંચથી છ રૂપિયાનો વધારો કરવો પડશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવને માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જે ફેરફાર થાય તે મુજબ ઇંધણના ભાવ બદલવામાં આવે છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના માર્કેટમાં ઓઈલ કંપનીઓ લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. તેમણે છેલ્લા ૧૦ દિવસથી આ બંને ફ્યુઅલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રણ મહિના અગાઉથી ઇંધણના ભાવનો વધારો અટકાવી દેવાયો હતો જેથી લોકોની નારાજગીની અસર વોટિંગ પર ન પડે. પરંતુ ભારતીય નાગરિકોએ પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવનો ડામ સહન કરવો જ પડશે તેમ લાગે છે. ઇંધણના ભાવ સ્થિર કરી દેવાના કારણે પીએસયુ ઓઈલ કંપનીઓના માર્જિન પર અસર થઈ છે.

ૈંઝ્રૈંઝ્રૈં સિક્યોરિટીઝના એનાલિસ્ટ પ્રોબલ સેને જણાવ્યું કે, નવેમ્બરની શરૂઆતથી જ ઓઇલના ભાવમાં જે ટ્રેન્ડ છે તેને ધ્યાનમાં લેતા કંપનીઓએ સામાન્ય માર્કેટિંગ માર્જિન મેળવવા માટે પાંચથી છ રૂપિયાનો ભાવવધારો કરવો જ પડશે. આગામી મહિને ચૂંટણી પૂરી થવાની છે.

ત્યાં સુધી ઓઈલના ભાવ અત્યારના સ્તરે જ રહેશે તો એઇલ કંપનીઓ ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા લાગશે અને કુલ મળીને ૫થી ૬ રૂપિયા સુધીનો ભાવ વધારો કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.