પેટ્રોલ ડીઝલમાં સૌથી ઓછો વેટ ગુજરાતમાં છેઃનીતિન પટેલ
ગાંધીનગર: નાણામંત્રી નીતિન પટેલે બજેટ બજેટ રજૂ કર્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે ૨ લાખ ૨૭ હજાર ૨૯ કરોડનું બજેટ છે. જેમાં જીએસટી આવક થાય તે માટે ઉદ્યોગ-ધંધા સરભર કરાશે. ગુજરાતમાં તબક્કામાં વ્યાપાર, ઉદ્યોગ-ધંધા ચાલુ થયા જેથી રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે કહ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે યોજના જાહેર કરાઇ છે. સાગરખેડુ-૨ અમલમાં મૂકવામાં આવી છે જેથી ગુજરાતના વિકાસનો દરિયાખેડૂને પણ લાભ મળશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી ઓછો વેટ છે. અને ગુજરાત કરતા ૧૪ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ વધારે છે. એટલે હાલ કોઇ વેટ ઓછું કરવાની જાેગવાઇ નથી. નીતિન પટેલે કહ્યું કે બીજા રાજ્યોમાં વેટ વધારે લેવામાં આવે છે ત્યારે હાલ આ અંગે કોઈ વિચારણા કરવી યોગ્ય અને વ્યાજબી નથી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું છે અને આ વર્ષે કુલ ૨ લાખ ૨૭ હજાર ૨૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વખતનું બજેટ પાછલા બજેટ કરતા ૧૦ હજાર કરોડથી વધારે છે.