પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવમાં થશે ઘટાડોઃ ધર્મેન્દ્ર પ્રધાન
નવીદિલ્હી: પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ વચ્ચે મોટી વાત કહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવા પર તેનો ફાયદો ગ્રાહકોને આપવાની વાત કરી છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ ઘટવાનું શરૂ થઈ ગયું છે. અમે કહ્યું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટશે તો તેનો ફાયદો ગ્રાહકોને મળશે. અમે વચન પ્રમાણે તેનો ફાયદો ગ્રાહકોને આપવાનું શરૂ કરી દીધું છે.
ભારતમાં ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં માર્ચ મહિનામાં ૨૭ ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે એક વર્ષ પહેલા લાગેલા લૉકડાઉને ઈંધણની માંગને ૭૦ ટકા સુધી ઘટાડી દીધી હતી. હકીકતમાં એક વર્ષ પહેલા લાગેલા લૉકડાઉનને કારણે બધા લોકો ઘરમાં બેસવા મજબૂર હતા તેથી ઈંધણની માંગમાં કમી આવી હતી. જ્યારે માર્ચ ૨૦૧૯માં ડીઝલની માંગમાં થોડી કમી જાેવા મળી હતી, પરંતુ પેટ્રોલના વેચાણમાં ૫ ટકાનો વધારો થયો હતો.
આ વધારો એટલે થયો કારણ કે લોકો ડીઝલની તુલનામાં પોતાની ગાડીઓ પેટ્રોલથી ચલાવવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ વખતે બજારના આંકડા પ્રમાણે ડીઝલના વેચાણમાં ૯૦ ટકાનો વધારો થયો છે. તેથી તેની માંગ વધીને ૧૨૮ ટકા થઈ ગઈ છે તો પેટ્રોલની માંગમાં ૧૨૭ ટકાનો વધારો થયો છે. માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં ડીઝલના વેચાણમાં વર્ષ બાદ વર્ષ ૭ ટકા અને પેટ્રોલ પર ૫ ટકાની વૃદ્ધિ થઈ છે. જે સ્પષ્ટ રૂપથી કોરોના વાયરસના સમયથી તેના માંગમાં સુધારનો સંકેત છે. તો જેટ ઈંધણના વેચાણમાં પણ મોટો વધારો થયો છે.