પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી લીટરે છ રૂપિયા વધી શકે છે

નવી દિલ્હી: આમ આદમીને બહુ ઝડપથી મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી (Petrol Diesel Excise Duty) વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર 3-6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે. આ પહેલા મે મહિનામાં સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મે 2014માં પેટ્રોલ પર કુલ ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3.56 રૂપિયા પ્રતિ લીટર હતો. ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ પર ટેક્સ વધીને 32.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સતત ટેક્સ વધારવાને કારણે ક્રૂડ ઓઇલ સસ્તુ હોવા છતાં તેનો લાભ ગ્રાહકોને મળતો નથી. ઉલટાનું ગ્રાહકોએ બંનેની વધારે કિંમત ચૂકવવી પડી રહી છે.