Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ.૩નો વધારો

Files Photo

કેન્દ્ર સરકારના નિર્ણયથી સસ્તા પેટ્રોલ-ડીઝલનો લાભ હવે નાગરિકોને નહી મળે

(પ્રતિનિધિ) અમદાવાદ: રશિયા અને ગર્લ્ફ કન્ટ્રીઓ વચ્ચેની લડાઈમાં કાચા તેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહયો છે જેનો લાભ વિશ્વભરના દેશોને મળવા લાગ્યો છે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ રૂ.૭૦ની નીચે પહોંચી ગયો છે. ક્રુડના ભાવમાં સતત ઘટાડો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ ઘટશે તેવી આશા સેવાતી હતી પરંતુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ ડ્યુટીમાં રૂ.૩નો વધારો કરી દેતા હવે નાગરિકોને પેટ્રોલ-ડીઝલ વધુ સસ્તુ મળવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. જાકે સરકારની તિજારીને ખૂબ જ આવક થશે કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવો હાલમાં ઘટવાની શક્યતા ખૂબ જ નહીવત છે.

કાચા તેલના ઉત્પાદન માટે જાણીતા ગલ્ફ કન્ટ્રીઓ તથા રશિયા દ્વારા મબલખ ઉત્પાદન કરવામાં આવી રહયું છે કાચા તેલનું ઉત્પાદન ઘટાડવા માટે સમજુતી કરવા કેટલાક દેશો એક સુત્ર થઈ રહયા હતા પરંતુ રશિયાએ સ્પષ્ટ ના પાડી દેતા આ સમજુતી થઈ શકી નથી જેના પરિણામે કાચા તેલનું ઉત્પાદન સતત વધી રહયું છે.

ઉત્પાદન વધવાની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો થઈ રહયો છે. આ લડાઈમાં વિશ્વના મોટાભાગના દેશોને લાભ થવા લાગ્યો છે ભારતમાં પણ છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહયો હતો અને વર્ષો પછી પેટ્રોલ-ડીઝલનો ભાવ રૂ.૭૦થી અંદર પહોંચી જતાં નાગરિકો ખુશખુશાલ થઈ ગયા હતાં પરિવહન ખર્ચ ઘટવાના કારણે ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જાવા મળી રહયો હતો જેના પરિણામે વર્તમાન મંદીની સ્થિતિમાં નાગરિકોને રાહત મળી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ રહયો છે વિશ્વભરના દેશોમાં નાગરિકોને આ લાભ મળવા લાગ્યો છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ હજુ પણ ઘટે તેવી સંપૂર્ણ શક્યતાઓ જાવા મળતી હતી ઓઈલ કંપનીઓ પણ સતત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવની સમીક્ષા કરી પેટ્રોલ-ડીઝલનો ભાવ નકકી કરતી હતી જેના પરિણામે તેમાં સતત ઘટાડો થઈ રહયો હતો

આ પરિસ્થિતિમાં  પેટ્રોલ-ડીઝલના ભાવો વધુ ઘટે તે પહેલા જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર અચાનક જ એકસાઈઝ ડયુટીમાં રૂ.૩નો વધારો કરી દીધો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ઘટતી હોવાથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ દરમિયાનમાં કેન્દ્ર સરકારે એકસાઈઝ ડ્યુટી વધારી દેતા હવે પેટ્રોલ-ડીઝલનો ભાવ હાલમાં ઘટવાની શકયતા ખૂબ જ નહીવત છે. અગાઉ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થયો હતો ત્યારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજય સરકારોએ પણ કર ઘટાડયો હતો પરંતુ હવે જયારે પેટ્રોલ-ડીઝલના ભાવો સતત ઘટી રહયા છે ત્યારે કેન્દ્ર સરકારે અચાનક જ એક્સાઈઝ ડ્યુટી વધારી દેતા નાગરિકોને સસ્તા ક્રુડનો વધુ લાભ મળી શકશે નહી. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયના પગલે કેન્દ્રને મોટી આવક થવાની છે અને આ નાણાં દેશના વિકાસકાર્યોમાં ખર્ચ થશે તેવુ જાણવા મળી રહયું છે. એકસાઈઝ ડ્યુટી વધારવાથી કેન્દ્રની તીજારીને રૂ.ર હજાર કરોડની આવક મળશે.

કેન્દ્ર સરકારે આ નિર્ણય કરતા જ પેટ્રોલ ડીઝલના ભાવો વધારવા કે નહી તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ હાલના જે ભાવો છે તે યથાવત રહેશે પરંતુ તેમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયથી વાહનચાલકોમાં કચવાટ જાવા મળી રહયો છે.

વિશ્વભરના દેશોના નાગરિકોને સસ્તા ક્રુડનો લાભ મળી રહયો છે ત્યારે ભારતમાં આ લાભ હવે નાગરિકોને મળશે નહી. ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ કરવેરા વસુલવામાં આવી રહયા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ સસ્તુ થતાં નાગરિકોને તેનો સંપૂર્ણ લાભ મળવો જાઈતો હતો તે પરિસ્થિતિમાં  હવે એક્સાઈઝ ડ્યુટી વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે કેટલીક રાજય સરકારો પણ સતર્ક બની છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઓઈલ કંપનીઓ દ્વારા સતત ભાવની સમીક્ષા કરવામાં આવી રહી છે. રૂ.૩ કરતા પણ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટે તો જ નાગરિકોને તેનો લાભ મળતો થશે તેવી શક્યતા જાવા મળી રહી છે પરંતુ હાલની પરિસ્થિતિ  જાતા અત્યારે ભારતના નાગરિકોને સસ્તા પેટ્રોલ ડીઝલનો લાભ મળવાની શકયતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.