Western Times News

Gujarati News

પેટ્રોલ ડીઝલ ૧૦૦ને પાર પહોંચ્યા ઃખોટો પ્રચાર કરનારને ઉખાડી ફેંકો : સપા

લખનૌ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇ કેેદ્ર સરકારને ખુબ ટીકા સહન કરવી પડી રહી છે એવામાં હવે સમાજવાદી પાર્ટના નેતા આઇ પી સિંહે પણ મોદી સરકાર પર નિશાન સાઘ્યું છે.તેમણે વડાપ્રધાન મોદીને ખરી ખોટી સંભળાવતા કહ્યું કે બંગાળમાં ચુંટણી સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓપેક પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહ્યું છે ભારતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન અને ચીનના શી જિનપિંગની સરકાર છે આથી પેટ્રોલ ડીઝલ ૧૦૦ રૂપિયાને પાર થયા છે.

આઇ પી સિંહ અવાર નવાર મોદી સરકારની વિરૂધ્ધ કડક શબ્દોમાં ટીકા કરતા નજરે પડી છે સપા નેતાએ પોતાના એક પોસ્ટમાં કહ્યું હતું કે હાલની સરકાર ફકત ખોટો પ્રચાર કરનારી સરકાર છે.આવી સરકારને ઉખાડી ફેંકવી જાેઇએ ભાજપે પોતાની જ મહાન જાહેરાત ભુલી ન જાય આથી મેં ફરી તે જાહેરાત લખનૌ શહેરની ચારેબાજુ લગાવી છે.મારી તમને વિનંતી છે કે તમે દેશભરમાં આ હોલ્ડિંગને લગાવો અને વડાપ્રધાનને તેમના વચનો યાદ અપાવો પેટ્રોલ ૧૦૦ નોટ આઉટ

આઇપી સિંહે આગળ કહ્યું કે યાદ છેને ખુબ થયો જનતા પર પેટ્રોલ ડીઝલનો માર અબ કી બાર મોદી સરકાર પેટ્રોલ પહોંચ્યું ૧૦૫ને પાર જે કરે ખોટો પ્રચાર તેવી સરકારે ઉખાડી ફેંકો

પોતાના એક અન્ય પોસ્ટમાં તેમણે કહ્યું કે ભાજપ ફરીથી ૨૦૨૨મં ૨૦૦૨,૨૦૦૭ અને ૨૦૧૨નો પોતાનો રેકોર્ડ દોહરાવવા જઇ રહી છે.વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા સપા નેતાએ કહ્યું કે ધ્યાન ભટકાવવામાં આ વ્યક્તિ ગજબનો છે ગઇકાલ સુધી ઓ દીદી ઓ દીદી ત્યારબાદ યોગી યોગી કરી રહ્યાં હતાં આજે યોગા કરી રહ્યાં છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.