પેટ્રોલ થયું ૧૦૨ રૂપિયાને પાર, હજુ આવી શકે છે ૩ રૂપિયા સુધીનો વધારો
નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. આજે પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયાને પાર થયા છે તો સાથે હજુ ૩ રૂપિયાનો વધારો આવવાની શક્યતા છે.પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૪ દિવસથી સતત વધારો થયા બાદ આજે અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થયા છે. રાજસ્થાન અને શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૨.૦૫ રૂપિયા લિટર થયું છે.
પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થવાના કારણે ૪ દિવસમાં તે ૧ રૂપિયાથી વધારે મોંઘું થયું છે. જેના કારણે સામાન્ય માણસની મુશ્કેલી વધી રહી છે. મળતી માહિતી અનુસાર માંગ વધવાની સાથે કાચું તેલ મોંઘું થયું છે. એવામાં આશા છે કે આ મહિનાના અંત સુધી બ્રેટ ક્રૂડ ૭૫ ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે. આવું થશે તો ભારતીય બજારોમાં પેટ્રોલ ૩-૪ રૂપિયા મોંઘુ થઈ શકે છે. આ સાથે ડીઝલની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. કોરોના સંકટની વચ્ચે આ ભાવવધારો મુશ્કેલ બની રહ્યો છે. માલભાડું અને પેટ્રોલિયમ ઉત્પાદન પણ મોંઘા થઈ શકે છે.
ઉર્જા વિશેષજ્ઞનું કહેવું છે કે કાચા તેલની કિંમતમાં વધારાની આશા છે. તેલની ખપત કરનારા મોટા દેશમાં વેક્સીનેશન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં અમેરિકા, ચીન, બ્રટન સહિતના અનેક પશ્ચિમી દેશો સામેલ છે. એવામાં તેલ ઉત્પાદક દેશને આશા છે કે જલ્દી દુનિયાની અર્થવ્યવસ્થા પાટા પર આવશે. તેનાથી ઈંધણની માંગ ઝડપથી વધશે પણ માંગના અનુરૂપ ઉત્પાદન કરવાનું શક્ય નથી. એવામાં કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
આ વર્ષે કાચા તેલમાં અત્યાર સુધીમાં ૩૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે. અમેરિકા, યૂરોપમાં લોકડાઉનમાં ઢીલ આવતા માંગ વધી છે. અમેરિકામાં ઝડપથી થઈ રહેલા વેક્સીનેશનથી બળ મળ્યું છે. ચીનના સારા આર્થિક આંકડાથી સપોર્ટ મળ્યો છે. ગરમીમાં બ્રેંટ ક્રૂડ ૮૦ ડોલર સુધી જઈ શકે છે.