પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવા આવતા ગ્રાહકોને વિનામૂલ્યે માસ્ક આપવામાં આવે છે
કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં તા.3 જી મે સુધી લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.લોક ડાઉન ની પરિસ્થિતિમાં રોજનું કમાઈને ને પેટનો ખાડો પૂરતા ગરીબ અને શ્રમજીવી પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
કોરોના કહેર વચ્ચે આવા કપરા સમયમાં દીપેશ્વરી પેટ્રોલીયમ,જીતપુર દ્ધારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ કરી સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવવામાં આવ્યું છે.
કોરોના મહામારી વચ્ચે જીતપુર માં કનુભાઈ તથા રાકેશભાઈ રબારી નાંણા દ્ધારા શ્રમજીવી પરિવારોને અનાજ કીટ તથા એક હજાર જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ લેવા આવતા તમામ ને માસ્ક પહેરાવ્યા બાદ જ પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દિપેશ્વરી પેટ્રોલ પંપ દ્વારા લેવામાં આવેલું આ કદમ સાચે જ સરાહનીય છે. આંબલિયારા પરગણા રબારી સમાજ વતી પેટ્રોલ પંપના સંચાલકોનો આભાર માન્યો હતો. (દિલીપ પુરોહિત બાયડ)