Western Times News

Gujarati News

‘પેટ ચોળીને શુળ ઉભું કરવું’ કહેવતને સાર્થક કરતું તંત્ર

કોસ્મોપોલિટન શહેર અમદાવાદમાં કરોડોનાં ખર્ચે લગાવેલા મોટાભાગનાં ટ્રાફિક ટાઈમર બંધ : પ્રજાનાં રૂપિયા બરબાદ કરીને વાતાવરણમાં પ્રદુષણ, ટ્રાફિક જામ અને વીજળીનાં વ્યય જેવી નવી મુશ્કેલી ઉભું કરતું તંત્ર

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : છેલ્લાં કેટલાંક વર્ષમાં પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સુધારવા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. જેમાં ઈ-મેમો મુખ્ય છે. તદ્દઉપરાંત ઝેબ્રા ક્રોસીગ ઉભાં કરવા તેમને ફી પેઈન્ટ કરવા જેવાં ઘણાં કામ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ કાર્યમાં જાડાવા સામાન્ય નાગરીકોને પણ અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત ગેરકાયદેસર તથા નિયમની બહાર જઈ વાહન ચલાવતાં ચાલકોની વિગતો ઓનલાઈન સોશીયલ પ્લેટફોર્મ વગેરે આપવા કહેવામાં આવ્યું છે. જેનો નાગરીકો ઉપયોગ કરીને તંત્ર ને મદદ પણ કરી રહયાં છે.

બીજી તરફ કેટલીક એવી બાબતો પણ છે કે જેની પાછળ કરોડો રૂપિયાનાં ખર્ચા કરવામાં આવ્યા છતાં નકામી છે અથવા અધુરી છે. ખાસ કરીને ટ્રાફિક સલામતી તથા જાગૃતિ અભિયાન દરમ્યાન અને તેનાં પછી પણ શહેરમાં ઘણાં સિગ્નલ નવાં નાખવામાં આવ્યાં છે. ઉપરાંત દરેક મોટાં સિગ્નલો ઉપર કાઉન્ટ ડાઉન ટાઈમર પણ મુકવામાં આવ્યાં છે. આ ટાઈમર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો પોતાનાં વાહનનું નિયંત્રણ કરે છે. અને કયારે આગળ વધવું એ નકકી કરે છે.

જા કે છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદ જેવાં કોસ્મોપોલિટન શહેરમાં ટ્રાફિક સિગ્નલ પરનાં ટાઈમરો નકામા બની ગયા છે શહેરમાં રોજે રોજ હજારો વાહનો નવાં છુટે છે. જેનું ભારણ વધતું જ જઈ રહયું છે. અને અવનવી સમસ્યાઓ જન્માવી રહયું છે. ટ્રાફિક સિગ્નલની ત્રણેય બત્તીઓ તો દેખાય છે પરંતુ ટાઈમરો મૃત્‌ઃપ્રાય થઈ ગયાં છે.સમગ્ર શહેરનાં મોટાં ભાગનાં ટાઈમરવાળાં ટ્રાફિક સિગ્નલો ઉપર આ હાલત છે.

ટાઈમર બંધ હોવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. મુખ્યત્વે લાલ લાઈટ આગળ ટાઈમર ન દેખાતાં ચાલકો પોતાનું વાહન બંધ કરે છે. જા કે થોડીવાર બાદ અચાનક જ લીલું સિગ્નલ થતાં થોડાંક સમય પુરતું પરંતુ ટ્રાફિક જામ થઈ જાય છે.

ઉપરાંત મોટાભાગનાં વાહન ચાલકો સિગ્નલ પર ઉભા હોવા છતાં વાહનોનું એન્જીન સહીત ચાલુ જ રાખે છે. જેને કારણે રોજેરોજ લાખો-કરોડો રૂપિયાનાં પેટ્રોલનો વ્યય થઈ રહયો છે. એન્જીન સતત ચાલુ રહેતાં વાહનોનાં ધુમાડાને પગલે વાતાવરણમાં પ્રદુષણ પણ વધી રહયું છે. જે સામાન્ય નાગરીકો માટે પણ ખતરારૂપ છે. અને લોકોનું સ્વાસ્થ્ય પણ બગાડી રહયું છે. સિગ્નલ પર ટાઈમર બંધ હોવાથી કેટલાંક ચાલકો હવે સિગ્નલ બ્રેક કરતાં થઈ ગયાં છે. કહો કે બ્રેક થઈ જાય છે.

ટ્રાફિક સિગ્નલ પર આવેલાં ટાઈમરોની સ્થિતિ શહેરનાં મોટાભાગનાં વિસ્તારમાં છે. કેટલાંક સમય પહેલાં સક્રીય ટાઈમરો અચાનક એક સાથે જ બંધ થઈ ગયા છે. જેની પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું સરકાર પ્રજાનાં રૂપિયે કરોડો-અબજા રૂપિયાનાં ખર્ચા કર્યા બાદમોટાભાગે મેઈનટેન્સ કરવાનું ભુલી જાય છે.

અને સોશીયલ મિડીયામાં નાગરીકો દ્વારા ધ્યાન દોરવામાં આવે ત્યારે તેનું સમારકામ કર્યા બાદ વાહવાહી લુંટવા સોશીયલ મીડીયા પર સમગ્ર બાબત અપલોડ કરવામાં આવે છે. ત્યારે પ્રજામાં પ્રશ્ન ચર્ચાઈ રહયો છે. સમગ્ર શહેરમાં ખુલ્લેઆમ આવી અવ્યવસ્થાઓ છે. જેના માટે કોઈ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની જરૂર નથી અથવા ઉડીને આંખે વળગે તેવી છે. તો આવી બાબતો માટે પણ પ્રજા ફરીયાદ કરે તેની રાહ કેમ જાવાય છે !

અત્રે નોંધનીય છે કે આ ટાઈમરો ટાઈમ તો બતાવતાં નથી પરંતુ સતત બ્લીન્ક થયા કરે છે. જેથી વપરાશમાં ન હોવા છતાં લાખો રૂપિયાની વીજળી ખાઈ જાય છે. જેનાં કારણે પણ સરકારી તિજારીમાં ખાડો પડી રહયો છે. આ બધી જ બાબતો સામાન્ય નાગરીકનાં ધ્યાનમાં આવે તો તંત્રનાં અધિકારીઓ કે કર્મચારીઓનાં ધ્યાનમાં કેમ નથી આવતી તે આશ્ચર્યની વાત છે.

કરોડોનાં ખર્ચા કરીને પેટ્રોલનાં ધુમાડા ટ્રાફિક જામ પ્રદુષણ અને વીજળીનાં વ્યય જેવો નવી મુસીબતો તંત્ર કેમ ઉભી કરી રહયું છે. તે સામાન્ય માણસની બુધ્ધિની બહાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.