પેનાસોનિક ઇન્ડિયાએ કોરોનાને રોકવા માટે નાનો™X ટેકનોલોજીથી સજ્જ એર કન્ડીશનર્સ*ની નવી શ્રેણી લોન્ચ કરી
નાનો ™Xટેકનોલોજી હવે પેનાસોનિકના નાનો ™X એર કન્ડીશનર્સમાં ઉપલબ્ધ છે – જેને ટેક્સસેલ લેબોરેટરી, ફ્રાંસ ખાતે નોવેલ કોરોનાવાયરસ SARS-COV-2)ની અવરોધાત્મક અસર માટે પરીક્ષણ કરવામાં આવ્યુ છે
પ્રવર્તમાન રોગચાળાની વચ્ચે સુરક્ષિત અને તંદુરસ્ત જીવનશૈલીની ખાતરી કરવા માટે અગ્રણી વૈવિધ્યકૃત્ત ટેકનોલોજી કંપની પેનાસોનિક ઇન્ડિયાએ આજે HU શ્રેણી હેઠળ એક કન્ડીશનર્સ (એસી)ની નવી રેન્જ લોન્ચ કરી છે, જેને તાજેતરમાં જ જાહેરા કરાયેલ નાનો™X ટેકનલોજીથી સક્ષમ બનાવવામાં આવ્યા છે.
નાનો™X ટેકનોલોજી પાણીમાં હાઇડ્રોક્લીસ અણુઓ છોડે છે. હાઇડ્રોક્સીલ અણુઓ ‘નેટર્સ ડીટર્જન્ટ’ તરીકે પણ ઓળખાય છે જે સખત 99.9% નોવેલ કોરોના વાયરસ (SARS-COV-2) સહિતના બેક્ટેરીયા અને વાયરસને રોકવા માટે સક્ષમ હોય છે. પેનાસોનિકે સફળતાપૂર્વક નાનો™X ઉપકરણનું તેમજ નાનો™X એર કન્ડીશનર્સનું ટેક્સસેલ લેબોરેટરી, ફ્રાંસ ખાતે નોવેલ કોરોના વાયરસ (SARS-COV-2) પર અવરોધાત્મક અસરનું સફળતાપૂર્વક પરીક્ષણ* કર્યુ છે.
ફાઇવ સ્ટાર ઇન્વર્ટન્સ ™X એર કન્ડીશનર્સની નવી શ્રેણી 1 ટન અને 1.5 ટનમાં ઉપલબ્ધ રહેશે. (CS/CU-HU18XKYF) ની કિંમત રૂ. 66.000 રહેશે. ભારતીય ગ્રાહકો પેનાસોનિક એર કન્ડીશનર્સની નવી શ્રેણનો મોટા રિટેલ આઉટલેટ્સ, ઓનલાઇન પોર્ટલ્સ અને પેનાસોનિક બ્રાડ સ્ટોર્સમાં ટૂંક સમયમાં અનુભવ મેળવી શકશે.
આ લોન્ચ અંગે બોલતા પેનાસોનિક ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી મનીષ શર્માએ જણાવ્યુ હતુ કે “જ્યારે વિશિષ્ટ ટેકનોલોજી વિકસાવવાની વાત આવે એટલે પેનાસોનિક વર્ષોથી અગ્રણી રહી છે જેથી ગ્રાહકોની કાયમી વિકસતી જરૂરિયાતોને સંતોષી શકાય.
અમારી એર કન્ડીશનર્સની નવી શ્રેણીને નાનો™X ટેકનોલોજીથી સક્ષમ બનાવવામાં આવી છે જે સુસંગત હોય તેવી અને ગ્રાહકોની જરૂરિયાત અનુસારની હોય તેવી પ્રોડક્ટ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પેનાસોનિકે નાનોTMX ઉપકરણનું સૌપ્રથમ પરીક્ષણ ટેક્સસેલ લેબોરેટર, ફ્રાંસ ખાતે કરાયુ હતું,
જ્યાં અમે નોવેલ કોરોના વાયરસને રોકડવામાં સફળતા મળી હોવાનું જોયુ હતું. અમે વધુમાં નાનો™X ઉપકરણને પેનાસોનિક એર કન્ડીશર સાથે પણ પરીક્ષણ કરવાનો ટેક્સસેલને પડકાર ફેંક્યો હતો અને તે નોવેલ કોરોના વાયરસ (SARS=CoV-2)ને રોકવામાં સફળ રહ્યા હતા.”
પેનાસોનિક ઇન્ડિયાના કન્ઝ્યુમર્સ સેલ્સ ડિવીઝનના ડિવીઝનલ વડા શ્રી સુગુરુ ટેકમાત્સુએ જણાવ્યુ હતુ કે, “વિશ્વમાં ભારતમાં એર કન્ડીશનર્સનો સૌથી ઓછા લોકો ઉપયોગ કરે છે જે આશરે 5% છે, જેથી આ સેગમેન્ટમાં પુષ્કળ વૃદ્ધિની તકો છે.
વધુમાં ખરાબ થઇ રહેલી હવાની ગુણવત્તા અને નવા રોગોના ફેલાવાને કારણ ગ્રાહકો આરોગ્ય પ્રત્યે વધુ સભાન બની ગયા છે. તેથી, અમારી પેનાસોનિકની નવી શ્રેણી નાનો ™X એર કન્ડીશનર્સ ચોક્કસ પ્રકારના પ્રદૂષકો જેમ કે એલર્જેન્સ, બેક્ટેરીયા, વાયરસ, મોલ્ડ્ઝ અને ચોક્કસ પ્રકારના જોખમકારક તત્વોની વૃદ્ધિનો નાશ કરે છે જે વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત જીવનશૈલીમાં પરિણમે છે.”
પેનાસોનિક ઇન્ડિયાના એર કન્ડીશનર્સના બિઝનેસ વડા શ્રી ગૌરવસાહે જણાવ્યું હતુ કે, “એર કન્ડીશનરના ઉત્પાદનમાં અમારી 6થી વધુ વર્ષની કુશળતાએ અમને ગ્રાહકોના દૈનિક જીવનમાં મૂલ્ય ઉમેરણ કરતી પ્રોડક્ટ્સનું સંશોધન કરવામાં સહાય કરી છે.
નાનો ™X એર કન્ડીશનર્સની નવી શ્રેણી મહત્તમ સુરક્ષિતતા અને આરામ માટે ECONAVI, ટ્વીન કૂલ INV, અને જેટસ્ટ્રીમ ટેકનોલોજીથી સજ્જ છે. ટેક્સસેલમાં લેબ સ્થિતિ હેઠળ પરીક્ષણ* કરાયેલ છે, નવી નાનો™ X એર કન્ડીશનર્સ સખત નોવેલ કોરોનાવાયરસ (SARS-CoV-2) પર અવરોધાત્મક અસર ધરાવે છે.
આ એસીમાં નાનો™X ઉપકરણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે એક જ સક્ડમાં 4.8 ટ્રિલીયન હાઇડ્રોક્સીલ અણુઓ છોડે છે જે ઇન્ડોર હવાને ચોખ્ખી કરે છે અને દુર્ગંધમુક્ત બનાવે છે. આ નાનો ™X એર કન્ડીશનરને ફેન મોડમાં ચલાવી શકાય છે અને તેમાં ઉર્જા કાર્યક્ષમતા અને ચોવીસ કલાક ઇન્ડોર સુરક્ષાની ખાતરી કરવા માટે તેમાં હંમેશા કોમ્પ્રેસર /એર કૂલીંગ ફીચરની જરૂરિયાત રહેતી નથી.”
MindTribe.inના સ્થાપક અને જાણીતા ક્લિનીકલ સાયકોલોજીસ્ટ ડૉ. પ્રેમા કોહલીને પેનાસોનિક ઇન્ડિયાની પત્રકાર પરિષમાં આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ અંગે પોતાના અભિપ્રાયો જણાવતા ડૉ કોહલીએ જણાવ્યુ હતુ કે “કોવિડ-19 ફક્ત લોકો પર શારીરિક અસર કરે છે તેવી વિખ્યાત માન્યતાની વિરુદ્ધ તેનાથી માનસિક સુખાકારી પર પણ અસર થાય છે તેના માટે કોઇ તૈયાર ન હતુ.
બાહ્ય પર્યાવરણ પર ઓછો કે કોઇ પણ અંકુશ નહી હોવાના કારણે લોકો આજે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અંગે અત્યંત ચિંતાતુર બની ગયા છે, જેના કારણે માંદા પડે છે, અન્ય લોકોને અજાણતા ચેપ લગાવે છે, જેમ કે બાળકોની સંભાળ વિશેની ચિંતા અને વૃદ્ધ માતાપિતા. અને જ્યાં સુધી રસી ઉપલબ્ધ બની નથી અને દરેકને માફક આવતી નથી ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં ચિંતા કાયમ રહેશે.”
“આમ છતાં આપણી પાસે આપણી માનસિક સ્થિતિનો અંકુશ મેળવવાનો અને સુંદર પસંદગીઓ કરીને આપણા ઇન્ડોર પર્યાવરણ પર અંકુશ મેળવવાનો વિકલ્પ છે.હુ માનુ છુ કે આ પ્રકારની અનન્ય ટેકનોલોજી નાનો ™Xની શોધ આપણી વિકસતી જીવનશૈલી જૂરિયાતોનું પ્રતિબિંબ છે, જે આપણી ઇન્ડોર સુરક્ષાની સંભાળ રાખે છે તેની સાથે જ દિમાગની સંપૂર્ણ શાંતિ પણ આપે છે.”એમ કોહલીએ ઉમેર્યુ હતુ.