પેનોરમા સ્ટુડિયોઝે અમદાવાદમાં ઓફિસની સ્થાપના કરીને પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો
અમદાવાદ: ખુદા હાફીઝ (ડિઝની + હોટસ્ટાર પર ઉપલબ્ધ)ની સફળતા બાદ, પેનોરમા સ્ટુડિયોઝે ગુજરાતમાં અમદાવાદમાં ઓફિસ ખોલીને દેશમાં તેની કામગીરીનો વિસ્તાર કર્યો છે. હિંદી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં 50થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યા પછી અને ભારત અને વિદેશમાં અનેક ભાષાઓમાં 500થી વધુ ફિલ્મોનું વિતરણ કર્યા પછી, તે લીડીંગ પ્રોડક્શન અને ડીસ્ટ્રીબ્યુશન હાઉસ માટે મોટું સીમાચિહ્નન છે.
નવી ઓફિસ હાલની ત્રણ ઓફિસો ( મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરમાં)માં એક ઉમેરો છે કે જે પેનોરમા સ્ટુડિઓઝ ભારતમાંથી અને ભારતની અંદર ઓપરેટ થાય છે. આ અમદાવાદમાં ગુજરાતી ફિલ્મોના પ્રોડક્શન, માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન માટે વર્તમાન સ્લેટના રિલીઝના એડિશનમાં સ્થાપિત કરવામાં આવેલ છે.
વીસીએસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી પેનોરમા સ્ટુડિયોઝ, ગુજરાતના પ્રોડ્યુસર્સ અને એક્ઝિબિટર્સને સ્થાનિક રૂપે ઉપલબ્ધ કુશળતા પૂરી પાડવા માટે સંયુક્ત રીતે કામગીરી ચલાવશે.એન્ટિટી તૈયાર ફિલ્મો માટે પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઓનલાઈન & ઓફલાઈન પીઆર, પબ્લિસિટી ડિઝાઇન અને ઓડિયો વિઝ્યુઅલ કેમ્પેઈન, પી એન્ડ એ સપોર્ટ, કો- પ્રોડક્શન સપોર્ટ, ઈન-ફિલ્મ બ્રાંડિંગ, કો-બ્રાંડિંગ સહિતની વિશાળ શ્રેણીની સેવાઓ પ્રદાન કરશે.
પેનોરમા સ્ટુડિયોઝનાં ડાયરેક્ટર, અભિષેક પાઠકે જણાવ્યું હતું કે,”અમે પેનોરમા સ્ટુડિયોઝમાં ખૂબ પોઝિટિવ છીએ અને અમદાવાદમાં બિઝનેસનો એક નવો ભાગ સ્થાપિત કરવા માટે ઉત્સાહિત છીએ. આ ભારતના સૌથી વાઇબ્રન્ટ શહેરોમાંથી એક છે અને અમે આશા રાખીએ છીએ કે અહીંની જનતાનું ઉદારતાપૂર્વક મનોરંજન કરી શકીએ. આ નવી ઓફિસ નોર્થ વેસ્ટ ક્ષેત્ર માટે સિનેમામાં મારા અવાજનું વિસ્તરણ હશે.”
પેનોરમા સ્ટુડિયોઝના મેનેજિંગ ડિરેક્ટર, મુરલીધર છાટવાનીએ જણાવ્યું હતું કે, “સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને સિનેમા પ્રત્યે સમજદાર હોય તેવા શહેરમાં બેઝ સેટ કરવામાં સક્ષમ હોવાનો અમને આનંદ છે. ગુજરાતી સિનેમા ઘણી હદ સુધી વિકસિત થયું છે અને ત્યાંથી આવતું ટેલેન્ટ અને ક્રાફટ અમારી સૂચિને મજબૂત કરશે.”
વીસીએસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના કો- ફાઉન્ડર અને ડાયરેકટર્સ રાહુલ ધ્યાની અને અનિશ પટેલે સંયુક્તપણે જણાવ્યું હતું કે, “પેનોરમા સ્ટુડિયોઝ જેવી શ્રેષ્ઠ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુટર કંપની સાથેની એકે શ્રેષ્ઠ ભાગીદારી ગુજરાતમાં લીડીંગ “વીસીએસ” કંપનીના ફિલ્મ માર્કેટ સાથે અમારા બિઝનેસ હોરિઝોન્સ પર અવિશ્વશનીય પ્રભાવ પડશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઈન્સાઈડર્સને માર્કેટિંગ, મૂવી રિલીઝ, ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન વગેરે જેવા સોલ્યુશન્સ માટે મુંબઈ આવું- જવું પડે છે. અમદાવાદમાં અમારી નવી ઓફિસ સાથે આ સોલ્યુશન્સ માટે ગોલીવુડનાં પ્રોડ્યુસર્સની સરળ પહોંચ હશે.”