Western Times News

Gujarati News

પેન્ગોગની અગત્યની ચોટીઓ પર ભારતે પકડ મજબૂત કરી

લેહ: લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેન્ગોગ લેકની પાસે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. સૂત્રો મુજબ, ફિંગર ૩ની પાસે ભારત તરફથી મોટી સંખ્યામાં સૈનિકોને તેનાત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં પેન્ગોગ લેકના ઉત્તરમાં હલચલ ઘણી વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, પેન્ગોગ લેકના પશ્ચિમની તરફ ચીન આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. મૂળે, ૨૯-૩૦ ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક હવે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટીઓ પર પહોંચી ગયા છે. જ્યારે ચીનની સેના અહીં નીચેના વિસ્તારોમાં છે. એવામાં ચીનની આગની તરફ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.


સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે ચીને વાતચીત બાદ પણ ફિંગર ૪નો વિસ્તાર હજુ ખાલી નથી કર્યો. મંગળવારની રાત્રે આ વિસ્તારોમાં ચીને લગભગ ૨૦૦૦ સૈનિક તૈનાત કરી દીધા. ચીનની હરકત બાદ ભારતે પણ ફિંગર ૩ની પાસે લગભગ આટલી જ સંખ્યામાં આર્મીને તૈનાત કરી દીધી. જેથી વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે.

સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે બંને દેશોની સેના એક બીજાથી માત્ર ૫૦૦ મીટરના અંતરે ઊભી છે. તેઓએ કહ્યું કે, બંને દેશોની સેના હથિયારથી સજ્જ છે. ઊંચી પહાડીઓથી તેઓ એક બીજાને જોઈ રહી છે. અહીં રાત્રે અત્યારથી જ કાતીલ ઠંડી પડી રહી છે.

બીજી તરફ, વધુ એક સૂત્રનું કહેવું છે કે ભારતે અહીં કોઈ વધારાની સેનાની તૈનાતી નથી કરી પરંતુ આસપાસના વિસ્તારોમાં સેનાની ટુકડીઓને અહીં એકત્ર કરવામાં આવી છે. ભારતીય સેનાએ પેન્ગોગ ત્સો લેકના કિનારા ફિંગર ૪ પર ચીની સેનાની સ્થિતિને જોતાં ઊંચાઈની પહાડીઓ પર કબજો કરી લીધો છે.

સૂત્રોના હવાલાથી એ વાતની જાણકારી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે ઓગસ્ટના અંતમાં પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારાની પાસે ઊંચાઈઓ પર કબજો કરવા માટે પૂર્વવર્તી કાર્યવાહીઓ સાથે આ ઓપરેશન માટે કરવામાં આવ્યું હતું. એલએસી પર તણાવ વધવાની વચ્ચે સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ ૫૦-૬૦ સૈનિક સોમવાર સાંજે ૬ વાગ્યાની આસપાસ પેન્ગોગ લેકના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ચોકી તરફ આગળ વધ્યા પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ દઢતાથી તેમનો સામનો કર્યો, જેનાથી તેમને પાછળ હટવા મજબૂર થવું પડ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.