પેન્શન લેનારા માટે હયાતીનો દાખલો આપવો પડે છે -EPFOમાં ૬૫ લાખ લોકોને લાભ
હવે પેન્શન પ્રાપ્ત કરનાર ઘર પાસે કોમન સર્વિસ સેન્ટર ઉપરથી જ પોતાનું હયાતીનું પ્રમાણ પત્ર બનાવી શકશે
નવી દિલ્હી, પેન્શન લેનારાઓ માટે હયાતીનો દાખલો આપવો પડે છે. તેને જીવન પ્રમાણ પત્ર કહેવામાં આવે છે. ઇપીએફઓ એ દેશભરમાં પેન્શન પ્રાપ્ત કરનારા ૬૫ લાખ લોકોને રાહત આપી છે. હવે પેન્શન પ્રાપ્ત કરનાર પોતાના ઘરની પાસે કોમન સર્વિસ સેન્ટર પરથી જ પોતાનું જીવન પ્રમાણ પત્ર બનાવી શકે છે. દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર છે. ઇપીએફઓએ તેની સાથે ટાઇઅપ કર્યું છે. કોમન સર્વિસ સેન્ટર પર તેમના દસ્તાવેજ ઈલેટ્રોનિક રીતે લેવામાં આવે છે.
જા કે, ઇપીએફઓના રિઝનલ સેન્ટરમાં પણ જઈને પણ જીવનપ્રમાણ પત્ર આપી શકાય છે. દેશભરમાં ૧૨૫ રીઝનલ સેન્ટર છે, તો બીજી તરફ ૧૧૭ જીલામાં અહીં જિલ્લા સ્તરે ઇપીએફઓ ઓફિસ છે, ત્યાં પણ કામ થઈ શકે છે. આ ઉપરાંત જે બેન્કમાં પેન્શન મળે છે ત્યાં પણ કામ કરી શકાય છે.
જીવન પ્રમાણપત્ર ૧ વર્ષ માટે માન્ય ગણાશે. પેન્શન લેનાર કર્મચારી વર્ષમાં ક્યારેય પણ પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે આ પહેલાં આ નિયમ હતો કે, નવેમ્બરમાં તમામને જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. જા કે, જે લોકોને જૂના પ્રમાણપત્ર જમા કરાવવાના હોય છે તેમના માટે અંતિમ તારીખ નવેમ્બર મહિના સુધી રહેશે. ઇપીએફઓ શ્રમ મંત્રાલય હેઠળ આવનાર સંસ્થા કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો ખ્યાલ રાખનાર સંસ્થા છે.