પેન જેટલી સાઈઝની બાળકીનો જન્મ, ડોકટરો પણ થઈ ગયા હેરાન

નવી દિલ્હી, બ્રિટનમાં એક મહિલાએ 6 મહિનાની બાળકીને જન્મ આપ્યો છે અને તેનુ વજન માત્ર 650 ગ્રામ હતુ.
જન્મને લઈને મહિલાએ પોતાના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બ્રિટનના અખબારના અહેવાલ પ્રમાણે લિવરપૂલની રહેવાસી કરેને 2017માં એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે જન્મી ત્યારે ત્યારે તેની સાઈઝ એક પેન જેટલી જ હતી.
કરને કહ્યુ હતુ કે,આ પહેલા પણ મારૂ બાળક પ્રીમેચ્યોર જન્મ્યુ હતુ અને તેનુ મોત થયુ હતુ. ફરી મેં બાળકીને જન્મ આપ્યો ત્યારે તે પણ 6 મહિને જ જન્મી હતી. જન્મ બાદ તેને 13 મહિના આઈસીયુમાં રાખવી પડી હતી. જ્યારે તેને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે તે એક વર્ષથી વધારે વયની હતી. હવે આ બાળકી પૂરી રીતે તંદુરસ્ત છે અને તે ચાર વર્ષની થઈ ચુકી છે.
આ બાળકીના બચી જવાનુ શ્રેય ડોકટરોને પણ જાય છે. બાળકીને સાથે તેની માતાએ પણ 13 મહિનાનો સમય હોસ્પિટલમાં પસાર કરવો પડ્યો હતો.