પેપર મિલમાં ભાગીદારીની લાલચ આપી દંપતી સાથે ૩૦ લાખની ઠગાઈ
(એજન્સી) ગાંધીનગર, મકાન લે-વેચનું કામ કરતી મહીલા અને આઈટી કંપનીમાં નોકરી કરતાં પતિને પેપર મીલમાં ભાગીદાર બનાવાવની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી છે. પેપર મીલ શરૂ કરવા માટે રૂ.૩૦ લાખનું રોકાણ કરીને ભાગીદાર બનાવાવની લાલચ આપી ઠગાઈ કરવાના મામલે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સરગાસણ સંગાથ ટેરેસ ફલેટ નંબર સી/પ૦૩ માં રહેતાં મેઘા વિવેકભાઈ દાનાવાલાએ નોધાયેલી પોલીસ ફરીયાદ મુજબ, તેઓ રીઅલ એસ્ટેટનો વ્યવસ્થા કરે છે અને તેમના પતિ આઈટી કંપનીમાં નોકરી કરે છે વર્ષ ર૦૧૯માં મેઘાબેન કુડાસણ ખાતે એક ઓફીસમા મકાન લે-વેચની ઈન્કવાયરીના ફોલોઅપનું કામ કરતા હતા. એ સમયે સુભાષ જટાશંકર જાેશી રહે. રાધે એમ્પાયર સી/પ૦૬ કુડાસણ ભાડાથી ફલેટની ઈન્કવાયરી અર્થે મેઘાને મળ્યો હતો.
પરીચય કેળવાતા સુભાષ જાેશીએ મેઘાબેનને કહયું હતું કે, હું શ્રધ્ધા ફાઈનાન્સનું કામ કરું છું અને બેંકો સાથે ટાઈઅપ છે. વધુ પગારની ઓફર આપીને સુભાષે મેઘાબેનને પોતાની ઓફીસે નોકરી આપી હતી. પતિ માટે સારી તકની વાત કરતાં સુભાષે પેપર મીલ ખોલવાનો આઈડીયા આપ્યો હતો.
જેમાં રૂ.૩૦ લાખ રોકીને ભાગીદાર બનાવાવની અને તેના પતિને સારી નોકરીની લાલચ આપી હતી. પેપર મીલમાં ભાગીદાર થવા માટે મેઘાબેન પતીના નામે રર લાખની લોન લીધી હતી અને આ નાણાં સુભાષની પત્ની બીનાના બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
પેપર મીલની બનાવટી વાતોને સાચી ઠરાવવા માટે સુભાષે તેની પત્ની બીના તેમજ પેપર મીલના માલીક તરીકે અધ્યારૂ નામની વ્યકિત અને વકીલ તરીકે જયપાલસિંહ સાથે ઓળખાણ કરાવી હતી. આ તમામે રૂ.૩૦ લાખ જલ્દી ચુકવી આપવા કહયું હતું, જેથી મિલના દસ્તાવેજ બનાવી શકાય.
મેઘાબેને સોનુ-દાગીના સામે રૂ.૮ લાખની લોન લઈને સુભાષને આપી હતી. બાદમાં આ મામલે વારંવાર યાદ કરાવવા છતાં નકકર કામગીરી નહીં થતાં મેઘાબેનને ઈન્ફોસીટી પોલીસ મથકમાં ઠગાઈ કરાયાની ફરીયાદ નોધાવી છે.