Western Times News

Gujarati News

પેપર લીક કાંડનો આરોપી ભાજપનો સભ્ય : કોંગ્રેસ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગઇકાલે છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મહંમદ ફારૂક વહાબ કુરેશી અને લખવીન્દર સીધુ સહિતના આરોપીઓના નામો ખૂલતાં હવે પેપરલીક કૌભાંડમાં રાજકીય દંગલ જામ્યુ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ કૌભાંડમાં દોષનો ટોપલો એકબીજા પર ઢોળાઇ રહ્યો છે. ભાજપ એવો આરોપ લગાવી રહ્યું છે કે, આ સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના લોકો સંડોવાયેલા છે, જયારે કોંગ્રેસ ભાજપના આરોપોને ફગાવતાં આક્ષેપ લગાવી રહ્યું છે કે, આ કૌભાંડના ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા જ આચરાયું છે.


આમ, ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. બીજીબાજુ, એમએસ પબ્લીક સ્કૂલના ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો કે, સ્કૂલનો તમામ વહીવટ ફારૂક શેખ સંભાળતો હતો. દરમ્યાન ડીઇઓએ હવે એમએસ સ્કૂલ પાસેથી જરૂરી ખુલાસો પણ માંગ્યો છે. તો, આ કૌભાંડમાં પ્રવિણદાન ગઢવી ભગર્ભમાં ઉતરી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશી અને જયરાજસિંહ પરમારે આ કૌભાંડમાં પકડાયેલો આરોપ મહંમદ ફારૂક વહાબ કુરેશી(સંચાલક, એમએસ પબ્લીક સ્કૂલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

તેની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસે મહંમદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી સાથેના ફોટોઝ પણ રીલીઝ કર્યા છે. જે પ્રકારે રજૂઆતો થઈ છે તેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરની તપાસનું શું થયું, બાકીની ૩૮ ફરિયાદોનું શું થયું તેની કોઈ સ્પષ્ટતા નહી હોવા અંગે પણ કોંગ્રેસ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લખવિંદરસિંહ વિદ્યાર્થી નેતા છે અને વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીના પ્રશ્નમાં સક્રિય હોય છે.

મેં તો તેમનો મનસુખ માંડવીયા સાથે પણ ફોટો જોયો છે. કોઈ વ્યક્તિનો બચાવ નથી પણ તેનાથી ભાજપ કે કોંગ્રેસ જવાબદાર હોય તેમ નથી માનતા. ડો.મનીષ દોશીએ ઉમેર્યું કે, કોઈએ ખોટું કર્યું હોય તો તેની સામે પગલા લેવા જોઈએ. મહમંદ ફારૂક વહાબ કુરેશીની વિગત તપાસતા ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.