Western Times News

Gujarati News

પેપર લીક કાંડ સિંગવડના ત્રણ ઝેરોક્સ સેન્ટરવાળાની અટકાયત

પ્રતિકાત્મક

દાહોદ, દાહોદ જિલ્લાા સંજેલી તાલુકામાં હિન્દીનું ૧૦મી બોર્ડનું પેપરલીક કાંડમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓને પકડી જેલભેગા કર્યા બાદ આ સમગ્ર ઘટનાના મૂળયા સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં બીજા દિવસે સીંગવડ તાલુકામાંથી ત્રણ ઝેરોક્ષવાળાઓને પોલીસે દબોચી લીધા છે. પેપર લીક અને વાયરલ મામલામાં આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટક થવાના એધાણ વર્તાઈ રહ્યા છે.

ગત તારીખ નવ એપ્રિલના રોજ ધોરણ દસની હિન્દીની પરીક્ષા હતી. જેમાં પરીક્ષા પૂર્ણ થવાના અર્ધા કલાક પહેલા આન્સર કી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ સમગ્ર મામલામાં દાહોદ એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ આરંભવામાં આવ્યો હતો.

જેમાં દાહોદ પોલીસે પેપર લીક મામલામાં પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ કરનાર મોકલનાર જેવા પાંચ લોકો સામે ગુનો નોંધતા જેમાં ચાર આરોપીઓને સંજેલી ગામેથી ઝડપી લેવાયા હતા. જ્યારે સીંગવડ તાલુકાના મેથાણ ગામનો રહેવાસી અમિત તાવીયાડને પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી.

ત્યારબાદ પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી ઘનિષ્ટ પૂછપરછ દરમિયાન તપાસનો દોર સંજેલી બાદ સીંગવડ ખાતે પહોંચ્યો હતો. જેમાંથી તેમને સીંગવડ ઝેરોક્ષ કેન્દ્રના માલિકના નામ આપતા તથા તેને દાહોદ એલસીબી દ્વારા ઝેરોક્‌ મશીનના માલિકને ત્યાંથી ત્રણ જણાને ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની ધરપકડ કરી અને દાહોદ એલસીબી દ્વારા લીમખેડા ઓફિસે લઈ જઈને વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સીંગવડમાંથી ત્રણ જણાને ઉઠાવી લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલામાં હજી કેટલા લોકો સંડોવાયેલાં છે

આ હિન્દી પેપર ખેરખર ક્યાંથી લિક થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે દાહોદ એલસીબી પોલીસ દ્વારા પેપર કાંડના આરોપી સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.