પેપર લીક કૌભાંડના આરોપી સરપંચની ચૂંટણી લડી રહ્યા છે
હિંમતનગર, સાબરકાંઠામાં પેપર લીક કૌભાંડ મામલો ગરમાયો છે. ત્યારે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે જાહેર કરેલા નામમાં એક આરોપી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં માધ્યમિક શાળા સંઘના પ્રમુખ મહેન્દ્ર પટેલનું પણ નામ સામેલ છે. જેઓ સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્ર એસ.પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. પેપર લીક કૌભાંડના આરોપી મહેન્દ્ર પટેલ પ્રાંતિજ તાલુકાના પોંગલું ગામેથી ચૂંટણી લડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં મહેન્દ્ર પટેલનું આરોપી તરીકે નામ સામેલ છે. પ્રાંતિજના પોગલું ગામેથી તેઓ ચૂંટણી લડી રહ્યાં છે. સરપંચના ઉમેદવાર તરીકે પોગલું ગ્રામ પંચાયતમાં બેનર પણ લાગ્યાં છે. આથી હવે પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાશે તે નક્કી.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી પેપર લીક કૌભાંડ મામલો રાજ્યમાં ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા એલસીબી દ્વારા પેપર લીક કૌભાંડમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.HS