Western Times News

Gujarati News

પેપ્સિકો, કોક અને બિસ્લેરી જેવી જાયન્ટ કંપનીઓ ભરાઈ: મોદી સરકારના આ CPCB વિભાગે ફટકાર્યો કરોડોનો દંડ

સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ કોક, પેપ્સીકો અને બિસ્લેરી જેવી મોટી કંપનીઓને ભારે દંડ ફટકાર્યો છે. સરકારી કર્મચારીઓને પ્લાસ્ટિકના કચરા અંગેની માહિતી ન આપવાના કેસમાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. બાબા રામદેવની કંપની પતંજલિને પણ એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. તમામ કંપનીઓ પર સરકારના માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

પ્લાસ્ટિકના કચરાના જથ્થા વિશે વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધી, બિસ્લેરીનો પ્લાસ્ટિક કચરો આશરે 21 હજાર 500 ટન જેટલો રહ્યો છે. તેથી કંપનીને પ્રતિ ટન 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પેપ્સીકો 11,194 ટન જ્યારે કોકા કોલા 4,417 ટન કચરો કરે છે. આ બધા સિવાય અન્ય ઘણી કંપનીઓ પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

CPCBએ બિસ્લેરી પર 10.75 કરોડ, પેપ્સિકો ઇન્ડિયા પર રૂ. 8.7 કરોડ અને કોકાકોલા બેવરેજિસ પર 50.66 કરોડનો દંડ કરવાનો આદેશ આપ્યો છે. બાબા રામની કંપની પતંજલિને પણ લગભગ એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બધી કંપનીઓ સીપીસીબીના હુકમની સમીક્ષા કરી રહી છે, ત્યારબાદ આ મામલે શું કરવામાં આવશે, તે નિર્ણય લેવામાં આવશે.

પ્લાસ્ટિકના કચરાના કિસ્સામાં, વિસ્તૃત ઉત્પાદક જવાબદારી (ઇપીઆર) એ એક નીતિગત પગલું છે જેના આધારે પ્લાસ્ટિક બનાવતી કંપનીઓએ ઉત્પાદનના નિકાલની જવાબદારી લેવી પડશે. આ સંદર્ભમાં, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું કે તમામ કંપનીઓને 15 દિવસની અંદર દંડ ચૂકવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.