Western Times News

Gujarati News

પેમેન્ટ કર્યા વિનાનું કોઈપણ વેચાણખત (સેલ ડીડ) વ્યર્થઃ સુપ્રિમ

કિંમતનું ચૂકવણું કોઈપણ સંપત્તિના વેચાણ માટે અનિવાર્ય ભાગ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કિંમતનું પેમેન્ટ કોઈપણ વેચાણ હોય પછી ભલે તે અચલ સંપત્તિનું હોય, તે એક અનિવાર્ય ભાગ છે. જાે આ ભાગ બરાબર નહી હોય તો વેચાણ ખત (સેલડીડ) કાયદાની નજરે વેચાણ નહીં હોય.
જસ્ટિશ અજય રસ્તોગી અને એ.એસ. ઓઝાની પીઠે એક ફેંસલામાં જણાવ્યું હતું કે

જાે કોઈ અચલ સંપતિના સંબંધમાં એક વેચાણ ખત કિંમતના ચૂકવણા વિના બનાવવામાં આવે છે અને ભવિષ્યમાં તે કિંમતના પેમેન્ટની જાેગવાઈ નથી કરતું તો તે કાયદાની નજરે વેચાણ નથી, તેની કોઈ કાનૂની અસર નથી આથી આવું વેચાણ અમાન્ય ગણાશે. તે અચલ સંપત્તિના હસ્તાંતરણને પણ અસર નહીં કરે.

ફેસલામાં કોર્ટે એમ પણ જણાવ્યું કે એક દસ્તાવેજ કે જે માન્ય પણ નથી. તેને જાહેર કરવાનો દાવો કરીને પડકારવાની પણ જરૂર નથી, કારણ કે ઉપર્યુકત અરજીને સમાંતર કાર્યવાહીમાં સરળતાથી સાબિત કરી શકાય છે.

કોર્ટે જાણ્યું કે જેણે સંપત્તિ ખરીદી હતી તેની પાસે કમાણીનો કોઈ સ્ત્રોત નહોતો, આ સ્થિતિમાં તો સંપત્તિની કિંમતનું પેમેન્ટ નહોતો કરી શકતો, એવો કોઈ પુરાવો પણ નહોતો આપ્યો કે જેથી ખબર પડે કે તેણે કિંમતનું પેમેન્ટ કર્યું હતું કોર્ટે જણાવ્યું હતું કે, એક અચલ સંપત્તિનું વેચાણ કિંમત માટે હોવી જાેઈએ.

કિંમત ભવિષ્યમાં ચૂકવવા પાત્ર હોઈ શકે છે. આંશિક પેમેન્ટ કરી શકાય છે અને કિંમતનું ચૂકવણું ભૂમિ હસ્તાંતરણ કાનૂનની કલમ પ૪ના ક્ષેત્રમાં જે જે વેચાણનો એક અનિવાર્ય ભાગ છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.