પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Bhavina.jpg)
ટોક્યો, ટોક્યોમાં ચાલી રહેલા પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભારતની ભાવિના પટેલે કમાલ કરી દીધો છે. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ એકલ ક્લાસ ૪ ની સેમીફાઇનલમાં પહોંચવાની સાથે જ દેશ માટે મેડલ સુનિશ્વિત કરી દીધો છે.
અમદાવાદની ૩૪ વર્ષીય ભાવિનાએ ૨૦૧૬ રિયો પેરાલમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાની બોરિસલાવા પેરિચ રાંકોવિચને સીધી ગેમમાં ૩-૦ થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાવિનાએ ૧૯ મિનિટ સુધી ચાલનાર રાંકોવિચને ૧૧-૫,૧૧-૬, ૧૧-૭ થી હરાવી.
ભાવિના પહેલી ભારતી મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે જેમણે પેરાલમ્પિક રમતોની સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. સેમીફાઇનલમાં ભાવિનાનો સામનો શનિવારે ચીનની ઝાંગ મિઆ સાથે થશે.
ભાવિનાને ગ્રુપ એના મુકાબલે ચીનની જાેઉ યિંગની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તેમણે સારી રીતે વાપસી કરી લીધી અને બે નોકઆઉટ મુકાબલા જીતીને પદક પાકો કરી લીધો છે. ભાવિના આ પહેલાં રાઉન્ડ-૧૬ માં ૨૩ મિનિટ સુધી ચાલનાર મુકાબલામાં બ્રાજીલની જિઓસી ડી ઓલિવિએરિયાને ૧૨-૧૦, ૧૩-૧૧, ૧૧-૬ ને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.
તમને જણાવી દઇએ કે ટોક્યો પેરાલમ્પિક ટેબલ ટેનિસમાં કાંસ્ય પદક પ્લે-ઓફ મુકાબલો યોજાશે નહી અને સેમીફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને કાંસ્ય પદક મળશે.SSS