પેરાલિમ્પિક્સમાં ભારતના સિંહરાજ અધનાએ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Sinhraj.jpg)
નવીદિલ્હી, ભારતીય એથલીટોએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ગઈ કાલે મેડલસની વર્ષા કરી દીધા બાદ આજે ભારતના સિંઘરાજ અધનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પી૧ મેન્સ ૧૦ મિટર એર પિસ્તોલ જીએચ-૧ ઈવેન્ટમાં સિંઘરાજને બ્રોન્ઝ મળ્યો હતો.
જાે કે આ જ ઇવેન્ટમાં ભારતના મનીષ નરવાલ સાતમ ક્રમે રહ્યા હતા. આ અગાઉ નરવાલ ૧ મેન્સ ૧૦ મિટર એર પિસ્તોલ જીએચ૧ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોપ પર રહ્યા હતા અને ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. સિંઘરાજ પણ આ જ ઇવેન્ટની ફાઇનલમાં છઠ્ઠા રાઉન્ડ બાદ ક્વોલિફાય થયા હતા.
ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતના ભાલાફેંકના ખેલાડી સુમિત અંતિલે ભારતને ત્રીજાે મેડલ અપાવ્યો છે. સુમિતે પુરુષોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને આ સાથે ભારતના મેડલની સંખ્યા ગઇકાલે જ ૭ થઈ ગઈ હતી. સુમિતે આ સાથે ૬૮.૫૫ મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ તો પોતાને નામ કર્યો જ છે પરંતુ સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજાે ગોલ્ડ મેડલ છે.HS