Western Times News

Gujarati News

પેરાસિટામોલ સહિતની ૫૨ દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતની સર્વોચ્ચ ઔષધ નિયામક સંસ્થાએ લગભગ ૫૦ દવાઓના નમૂનાઓને માનક ગુણવત્તાના અનુરૂપ નથી જોયા. જેમાં વ્યાપકપણે વપરાતી પેરાસિટામોલ, પેન્ટોપ્રાઝોલ અને જીવાણુ સંક્રમણની સારવાર માટે કેટલીક એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન દ્વારા મે મહિના માટે જારી કરાયેલા એલર્ટ અનુસાર, આ નિમ્ન કક્ષાની દવાઓમાંથી ૨૨ હિમાચલ પ્રદેશમાં નિર્મિત છે.

હિમાચલ પ્રદેશ ઉપરાંત નમૂનાઓ જયપુર, હૈદરાબાદ, ગુજરાતના વાઘોડિયા અને વડોદરા, આંધ્ર પ્રદેશ અને ઇન્દોર સહિત અન્ય સ્થળોએથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ૨૦ જૂનના રોજ જારી કરાયેલા ડ્રગ એલર્ટ અનુસાર, સીડીએસસીઓ દ્વારા કરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણમાં કુલ ૫૨ નમૂનાઓ નિષ્ફળ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય દવા નિયામકોએ કથિત રીતે સંબંધિત દવા કંપનીઓને નોટિસ મોકલી છે અને નિષ્ફળ નમૂનાઓને બજારમાંથી પાછા મંગાવવામાં આવશે. નિમ્ન કક્ષાની દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટ્‌સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ આંચકી અને ચિંતા વિકારોની સારવાર માટે કરવામાં આવે છે. દર્દ નિવારક ડિક્લોફેનાક, એન્ટી-હાયપરટેન્શન દવા ટેÂલ્મસર્ટન, એમ્બ્રોક્સોલ, જેનો ઉપયોગ શ્વસન રોગોની સારવારમાં થાય છે,

ફ્લુકોનાઝોલ, એક એન્ટિફંગલ, અને કેટલીક મલ્ટીવિટામિન અને કેÂલ્શયમની ગોળીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં નિર્મિત લગભગ ૧૨૦ દવાઓના નમૂનાઓ પરીક્ષણ માપદંડો પર નિષ્ફળ રહ્યા હતા. માનક ગુણવત્તાની ન જણાયેલી દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટનો સમાવેશ થાય છે,

જેનો ઉપયોગ આંચકી અને ઘબરાહટની સારવાર માટે કરવામાં આવે છે. તેમજ તેમાં દર્દ નિવારક ડાયક્લોફેનાક, એન્ટી-હાયપરટેન્શન દવા ટેÂલ્મસાર્ટન, એમ્બ્રોક્સોલ, ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન અને કેÂલ્શયમની ગોળીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.