પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારત લહેરાવશે તિરંગો ઃ મોદી
(એજન્સી)નવી દિલ્હી, પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ ફ્રાન્સમાં યોજાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હશે. ઓલિમ્પિક ગેમ્સ ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે. ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત જોઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે ફેન્સને વિનંતી કરી છે કે તેઓ તેમના ખેલાડીઓનો ઉત્સાહ વધારે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના ૧૧૧મા એપિસોડમાં કહ્યું કે, આવતા મહિને આ સમય સુધી પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ જશે.
મને વિશ્વાસ છે કે, તમે બધા ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે પણ રાહ જોતા હશો. હું ભારતીય ટીમને ઓલિમ્પિક ગેમ્સ માટે શુભેચ્છા પાઠવું છું. ટોક્યો ઓલિમ્પિકની યાદો આજે પણ આપણા બધાના મનમાં તાજી છે. ટોક્યોમાં આપણા ખેલાડીઓના પ્રદર્શને દરેક ભારતીયનું દિલ જીતી લીધું હતું.
પીએમ મોદીએ આગળ કહ્યું, પેરિસ ઓલિમ્પિકમાં તમને પહેલીવાર કેટલીક વસ્તુઓ જોવા મળશે. શૂટિંગમાં આપણા ખેલાડીઓનું ટેલેન્ટ જોયું જ છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતીય શોટગન ટીમમાં અમારી શૂટર દીકરીઓ પણ સામેલ છે. આ વખતે કુસ્તી અને ઘોડેસવારીના આપણા ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લેશે,
જેમાં તેઓએ અગાઉ ક્યારેય ભાગ લીધો નથી. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આ વખતે રમતગમતમાં એક અલગ જ સ્તરનો ઉત્સાહ જોવા મળશે. પેરિસ ઓલિમ્પિકમાં તમને પ્રથમ વખત કેટલીક વસ્તુઓ જોવા મળશે.