પેરોલ જંપ કરી ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત
રાજકોટ: શહેરમાં પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષનાં માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા હિતેશ સોલંકી નામના વ્યક્તિનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગરનો રહેવાસી હિતેશ સોલંકી ગુનામાં સજાના કામે રાજકોટ જિલ્લા જેલમાં હતો. આ દરમિયાન તેને પેરોલ મળતા બહાર આવ્યો હતો. પેરોલ મળ્યા બાદ તે સમયસર જેલમાં પરત નહી ફરતા નાસતો ફરતો હતો.
આજરોડ કાલાવાડ રોડ પર નિર્માણ પામી રહેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા તેનું મોત નિપજ્યું હતું. બનાવતી માહિતી મળતા જ તત્કાલ અસરથી ૧૦૮ ની ટીમ તેમજ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી ૧૦૮ની ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરાઇ હતી. ત્યાર બાદ મૃતકની લાશને ફોરેન્સિક પીએ માટે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી અપાયા હતા.
પોલીસ તપાસમાં યુવાન વ્યક્તિગત મુળ રીતે સુરેન્દ્રનગર હિતેશ રામજીભાઇ સોલંકી હોવાનું ખુલ્યું હતું. હિતેશ સોલંકી બિલ્ડિંગ સાઇટ પર મજુરી કામ કરતો હોવાનું ખુલ્યું છે. હિતેશ સોલંકીને જેલ ટ્રાન્સફર કરી રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેરોલ પર છુટ્યા બાદ પેરોલનો સમય પુર્ણ થતા હાજર થયો નહોતો. રાજકોટ શહેરમાં પોતાની ઓળખ છુપાવી મજુરી કરોત હતો. હિતેશ સોલંકીને સંતાનમાં એક પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે.