પેશન્ટ વાત કરતો રહ્યો અને ડૉક્ટરોએ કાઢી દીધું બ્રેઇન ટ્યૂમર
જયપુરઃ શું તમે ઠીક છો? કેવું અનુભવી રહ્યા છો? હાથ-પગની મૂવમેન્ટ કરી શકો છો કે નહીં? સામાન્ય રીતે સર્જરી બાદ પેશન્ટને આ સવાલ પૂછવામાં આવતા હોય છે પરંતુ જ્યારે આ સવાલો ઓપરેશન ટેબલ પર ઓપરેશન દરમિયા જ પૂછવામાં આવે તો તે કોઈ આશ્ચર્યથી ઓછું નથી. પરંતુ આવી જ એક અનોખી સર્જરી ભગવાન મહાવીર કેન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ન્યૂરો ઓન્કો સર્જન ડૉ. નિતિન દ્વિવેદી અને તેમની ટીમ તરફથી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
સર્જરી દરમિયાન દર્દી ભાનમાં જ રહ્યો ઉપરાંત તેના હાથ અને પગની મૂવમેન્ટ કરાવતા વાત કરતા રહ્યા. ડૉક્ટર્સની ટીમે દર્દીના બ્રેઇનથી ટ્યૂમર કાઢીને તેને કેન્સર મુક્ત કરી દીધો. ડૉ. દ્વિવેદીએ જણાવ્યું કે, આ સર્જરી CISFના એક જવાન પર કરવામાં આવી છે. જવાનને હાથમાં નબળાઈ અનુભવાતા તપાસ કરતાં બ્રેઇનમાં ટ્યૂમર હોવાનું સામે આવ્યું હતું. આ ટ્યૂમર મગજના એ અગત્યના હિસ્સામાં હતું જે હાથ અને ચહેરાને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં જો ગાંઠ સામાન્ય ઓપરેશન દ્વારા કાઢવામાં આવે તો હાથ અને ચહેરા પર નબળાઈ (લકવા)ની શક્યતા રહેતી હતી.