પેસેન્જરો વિના ખાલી દોડતી રીક્ષાઓ- ઘણા રીક્ષા ચાલકોએ વેકેશનનું ભાડું લીધું નથી
અમદાવાદ, કોરોનાને કારણે એક તરફ પરિÂસ્થતિ વિકટ બની હતી તેવા સમયે માનવતાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. હાલમાં પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા નજરે પડે છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે અનેક કર્મચારીઓની હાલત કફોડી બની છે. ક્યાંક પગાર થયા છે તો કેટલાક સ્થળોએ થયા નથી. જ્યારે મોટેભાગે પગારમાં અમુક કાપ મૂકાયો છે. ધંધાદારીઓને તો દુકાનો બંધ થવાથીછ છેલ્લા બે મહિનાથી કમાણી થઈ નથી
આવી Âસ્થતિમાં ખર્ચા કાઢવા મુશ્કેલ થઈ ગયા છે. સ્કૂલો હજુ શરૂ થઈ નથી. તેમ છતાં વાલીઓ-સ્કુલરીક્ષા – વાહનચાલકો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે વેકેશન દરમિયાનની વિદ્યાર્થીઓની ભાડાની રકમ લેવાની હોય છે. પરંતુ એવા ઘણાં ઓટોરીક્ષા ચાલકો છે કે જેમણે વેકેશનમાં લોકડાઉન દરમિયાનના ભાડાના રૂપિયા લીધા નથી. આવા એક ઓટોરીક્ષાચાલકે જણાવ્યું હતું કે ઘણાં ઓટોરીક્ષા ચાલકો છે કે જેમણે વાલીઓ પાસેથી ભાડાની રકમ લીધી નથી. લોકડાઉનને કારણે પગાર થયા નથી કે ઓછા થયા છે તો ધંધા-પાણી નહીં હોવાથી કેટલાક રીક્ષાચાલકોએ ભાડા સુધ્ધા લીધા નથી.
જા કે ઓટોરીક્ષા ચાલકો તરફથી આવા દાવા કરાઈ રહ્યાં છે. પરંતુ આવા ઓટોરીક્ષા ચાલકોની સંખ્યા ઓછી હોઈ શકે છે. લોકડાઉનમાં ઓટોરીક્ષા ચાલકોએ શાકભાજીની ફેરી કરીને પણ પોતાનો ગુજારો ચલાવ્યો હતો. પરંતુ તે નજીકના વિસ્તારો પૂરતી સંભવ બની હતી. મોટાભાગે ઓટોરીક્ષા માલિકોને લોકડાઉનમાં આવક થઈ નથી. અનલોક-૧માં પણ પ્રમાણમાં પેસેન્જરો નહીં મળતા રીક્ષાઓ રસ્તાઓ પર ખાલી દોડતી જાવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ઘરાકી ખૂલશે કે કેમ તેને લઈને રીક્ષા ચાલકોને ચિંતા સતાવી રહી છે.