Western Times News

Gujarati News

પેસેન્જર દ્વારા ભૂલાઈ ગયેલી બેગ સિક્યુરિટી ગાર્ડે પરત કરી

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૨ પર પહોંચેલો એક પેસેન્જર, પોતાની બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેણે પોતાની હેન્ડબેગ ટ્રોલી પાછળ મૂકી હતી. જાે કે, એરપોર્ટના પાર્કિંગ એરીયામાં સુપરવાઈઝિંગનું કામ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ મનિષ જાધવનો આભાર, કે જેના કારણે દિલ્હીથી પરત આવેલા પેસેન્જરે બેગ પાછી મળી હતી. હું સવારે છ વાગ્યાથી ડ્યૂટી પર હતો. હું ટ્રોલીમાં તપાસ કરી રહ્યો હતો.

 

મને બેગ મળી કે તરત જ તેનો ફોટો પાડી લીધો અને મારા સિક્યુરિટી સુપરવાઈઝરને તે મોકલી દીધી, જેમણે બેગને બાદમાં ટર્મિનલ મેનેજરની ઓફિસમાં જમા કરાવી હતી, તેમ મનિષે જણાવ્યું હતું. મનિષ જાધવ કે જે ગાંધીનગર પાસે આવેલા કાલોલનો રહેવાસી છે તે નિયમિત પોતાની બાઈક પર એરપોર્ટ સુધી ટ્રાવેલિંગ કરે છે. ગયા વર્ષના નવેમ્બર મહિનાથી તે શહેરના એરપોર્ટમાં નોકરી કરે છે અને એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મનિષ જાધવ સારા કામ કરવા માટે જાણીતો છે.

તેણે અત્યારસુધીમાં એરપોર્ટ આવેલા ઘણા મુસાફરોને તેમનો ખોવાયેલો, ભૂલાઈ ગયેલો અથવા છૂટી ગયેલો સામાન પરત કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જાધવને એરપોર્ટના પરિસરમાંથી પાકિટ મળ્યું હતું, જે તેણે તરત જ લઈને સિક્યુરિટી સુપરવાઈઝરને સોંપ્યું હતું. પર્સમાંથી ૯૭ હજાર રૂપિયા મળ્યા હતા, તેમ સૂત્રોએ કહ્યું હતું. શહેર એરપોર્ટ પર કામ કરતાં પહેલા, મનિષ જાધવ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.