પેસેન્જર વ્હીકલ રીટેલ સેલ્સમાં પાંચ ટકાનો ઘટાડો : FADA

પ્રતિકાત્મક
મુંબઈ, ઓટોમોબાઇલ ડીલરોની સંસ્થા ફાડા (Federation of Automobile Dealers Associations (FADA))એ જણાવ્યું હતું કે ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ રીટેલ વેચાણ માર્ચ 2021ની તુલનાએ માર્ચ 2022માં 4.87 ટકા ઘટીને 2,71,358 યુનિટ થયું છે. ફાડા અનુસાર માર્ચ 2021માં પેસેન્જર વ્હીકલના 2,85,240 યુનિટ વેચાયા હતા.
ફાડાના અધ્યક્ષ વિન્કેશ ગુલાટીએ કહ્યું હતું કે, ‘ભલે આપૂર્તિ ગત મહિનાથી વધી હોય પરંતુ પેસેન્જર વ્હીકલની વધુ માગ અને લાંબુ વેઈટીંગ જોવામાં આવી રહ્યું છે.
કારણકે સેમીકંડકટર ઉપલબ્ધતા હજુ પણ એક મોટા પડકાર રૂપે છે. રશિયા – યુક્રેન અને ચીનમાં લોકડાઉનથી આપૂર્તિમાં વધુ ઘટાડો થશે. ગત મહીને ટુ વ્હીલર્સનું વેચાણ 4.02 ટકા ઘટીને 11,57,681 યુનિટ રહ્યું હતું.
જ્યારે અ વર્ષે સમાન સમયગાળામાં 12,06,191 યુનિટ વેચાણ થયું હતું. ગુલાટીએ વધુ જણાવતા કહ્યું હતું કે ગ્રામીણ સંકટના કારણે ટુ વ્હીલર્સનું વેચાણ ઓછું છે. વ્હીકલ ઓનરશીપ ડ્યુટી અને વધતા જતા ઈંઘણના ભાવને કારણે વાહનોનાં વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોમર્શિયલ વાહનોનું વેચાણ 14.91 ટકા વધીને 77,938 યુનિટ થયું હતું. જે ગયા વર્ષે માર્ચમાં 67,828 યુનિટ હતું. થ્રી-વ્હીલરનું વેચાણ પણ ગયા મહિને 26.61 ટકા વધીને 48,284 યુનિટ થયું હતું જે માર્ચ 2021માં 38,135 યુનિટ હતું. જો કે, સમગ્ર કેટેગરીમાં એકંદર વેચાણ 2.87 ટકા ઘટીને 16,19,181 યુનિટ થયું હતું. જે ગયા વર્ષના સમાન મહિનામાં 16,66,996 યુનિટ હતું.