પૈંગોંગ ડેપસાંગ સહિત તનાવવાળી તમામ જગ્યાએથી ચીની સેના પાછળ હટે: ભારત
નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર તનાવ વચ્ચે ભારત અને ચીનની વચ્ચો કોર કમાંડર સ્તરની છઠ્ઠા દૌરની વાતચીત ૧૨ કલાકથી વધુ સમય ચાલી આ દરમિયાન ભારતે ચીનની સમક્ષ પૈંગોંગ ઝીલ અને ડેપસાંગ સહિત તમામ તનાવગ્રસ્ત જગ્યાએથી પાછા જવાની શરત રાખી ભારતનું કહેવુ છે કે જાે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતની જમીન પર ધુષણખોરી કરી છે આથી તેને પહેલા પીછેહટ કરી સીમા વિવાદ મામલામાં ગંભીરતા બતાવવી પડશે
જયારે પાૈંગૈંગના દક્ષિણ છેડાની સામરિક રીતે મહત્વપૂર્ણ ટોચીઓ પર ભારતની વધતી સરસાઇથી નારાજ ચીનના કોર કમાંડરે ભારતીય સેનાને આ વિસ્તારોથી પહેલા હટવાનું કહ્યું છે બંન્ને પક્ષ સહમત હતાં કે વાતચીત જારી રાખતા વિશ્વાસ બહાલી અને એપ્રિલથી પહેલાની યથાસ્થિતિ કાયમ કરવામાં આવે. કહેવાય છે કે વાતચીત હજુ ચાલુ રહેશે.
સુત્રોએ જણાવ્યું હતું કે આ વાતચીત ૧૦ સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે થયેલી પાંચ સુત્રી કાર્યક્રમના દાયરામાં થઇ લદ્દાખમાં સોમવારે સવારથી નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા બાદ પણ ચુશુલ વિસ્તારમાં એલએસીની પેલે પાર ચીન તરફથી મોલ્ડોમાં ભારતના લદ્દાખ કોરના કમાંડર લેફિટનેંટ જનરલ હરેન્દ્રસિંહ અને તેમના ચીની સમકક્ષની વચ્ચે છઠ્ઠા દોરની વાતચીત થઈ રહી આ દૌરમાં પહેલીવાર વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ નવીન શ્રીવાસ્તવ પણ સામેલ થયા ભારત તરફથી ૧૪મી કોરના આગામી કોર કમાંડર લેફિટનેંટ જનરલ પીજીકે મેનન પણ વાતચીતમાં સામેલ થયા સુત્રોના જણાવ્યા અનુસાર હરેન્દ્ર સિંહનો કોર કમાંડર કાર્યકાળ ખતમ થવાનો છે મોડી રાત સુધી આ વાતચીતની બાબતે કોઇ સત્તાવાર જાણકારી જારી કરવામાં આવી નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન ભારતીય પક્ષે ચીની સેનાને તનાવવાળા તમામ જગ્યાઓથી પુરી રીતે અને તાકિદે પાછા ફરવા માટે પાંચ સુત્રી સહમતિનું પાલન કરવા પર ભાર મુકયો એ પણ કહ્યું કે આ સહમતિઓનું પાલન નક્કી સમયસીમામાં થવું જાેઇએ જેથી ચાર મહીનાથી વધુ સમયથી ચાલી રહેલ ગતિરોધને ખતમ કરી શકાય.
શરૂઆતી માહિતી અનુસાર ચીને પણ પાંચ સુત્રી કાર્યક્રમના દિશા નિર્દેશો અનુસાર જ વાતચીતમાં સકારાત્મક વલણ બતાવ્યું છે બંન્ને પક્ષ સહમત થયા કે વાતચીત જારી રાખતા વિશ્વાસ બહાલી અને એપ્રિલની સ્થિતિમાં પાછા આવવાનો માર્ગ નિકાળી શકાય આ વાતચીત બાદ કુટનીતિક અને વિશેષ પ્રતિનિધિ સ્તર પર સંવાદનો માર્ગ નવેસરથી ખોલવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે સુત્રોએ કહ્યું કે ટુંક સમયમાં સરકાર તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવે તેવી સંભાવના છે.એ યાદ રહે કે ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે.HS