પૈંગોગ ઝીલ પર ૧૨ સ્વદેશી નૌકાઓ તહેનાત કરાશે
નવીદિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત ચીનની વચ્ચે તનાવ હજુ પણ ચાલુ છે લદ્દાખમાં પાૈંગોંગ ઝીલ વિસ્તારમાં પોતાની હાજરી અને તહેનાતીને મજબુત કરવાના પોતાના પ્રયાસો માટે ભારતીય સેનાએ ૧૨ નૌકાઓના અધિગ્રહણનો કરાર કર્યો છે.આ નૌકાઓ પુરી રીતે સશસ્ત્ર હશે આ સાથે તેનો ઉપયોગ તે વિસ્તારમાં અને તેની આસપાસ ગશ્ત વધુ તેજીથી સૈનિકોની તહેનાતી માટે ઉપયોગ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર શિપકો ડી ગામા સુવિધાની સાથે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ નૌકા બનાવવામાં આવી રહી છે તેમાં આગળ અને પાછળ બંન્ને તરફ બંદુકો હશે અને આસૈનિકોને લઇ જવામાં સક્ષમ હશે.
ભારતીય સેનાએ મોટા જળ નિગમોની દેખરેખ અને ગશ્ત માટે ૧૨ ફાસ્ટ પેટ્રોલ નાવો માટે મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડની સાથે એક કરાર કર્યો હતો જેમાં ઉચ્ચ ઉચાઇવાળા વિસ્તારમાં સામેલ હતાં. તેની ડિલીવરી મે ૨૦૨૧થી શરૂ થઇ જશે
સેનાના અધિકારીઓએ કહ્યું કે નાવોનું સંચાલન અને સારસંભાળ એન્જીનિયર્સ દ્વારા કરવામાં આવે આ નાવો ઉચાઇ વાળા વિસ્તારોમાં વિશાળ જળ નિગમોમાં ફેલાયેલ સીમાઓ નિયંત્રણ રેખા પર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂણ હશે તેમણે કહ્યું કે ઉચ્ચ ગતિ અને યુધ્ધાભ્યાસ વાળી નૌકાઓ અત્યાધુનિક જહાજ પર પ્રણાલીઓથી સુજજ હશે.
ભારતની સાથે સંધર્ષની શરૂઆતી તબક્કામાં ચીની સૈનિકોએ મોટી સંખ્યામાં નાવોનો ઉપયોગ કરતા સૈનિકોને ફિંગર પાંચ અને ફિગર છના વિસ્તારોમાં પહોંચાડયા હતાં ભારતની પાસે પણ ત્યાં અનેક નાવો તહેનાત છે હવે ઝીલની સુરક્ષાને વધારાદોશે.HS