પૈસા કમાવવા ફેસબુકે લોકોની સુરક્ષાને દાવ પર લગાડી દીધી

વોશિંગ્ટન, છ કલાક સુધી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યુ હોવાના કારણે ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં કરોડો ડોલરનુ ધોવાણ થયુ છે તો બીજી તરફ ફેસબૂકની પૂર્વ મહિલા કર્મચારીએ પણ ઝુકરબર્ગ પર સ્ફોટક આરોપ લગાવ્યા છે.
ફ્રાંસેસ હોગેન ફેસબૂકની પૂર્વ કર્મચારી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, ફેસબૂકે પૈસા કમાવવા માટે લોકોની સુરક્ષાને દાવ પર લગાડી દીધી છે. કંપનીનુ ફ્યુલ ડિવિઝન બાળકોને નુકસાન પહોંચાડે છે. તેને કંટ્રોલ કરવાની જરૂર છે. ફ્રાંસેસે અગાઉ કંપનીના દસ્તાવેજાે પણ લીક કર્યા હતા.
તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મેં ફેસબૂક એટલે જાેઈન કર્યુ હતુ કે મને લાગતુ હતુ કે અહીંયા હું દુનિયા માટે કશું સારૂ કરી શકીશ. જાેકે મેં ફેસબૂક એટલે છોડી દીધુ હતુ કે, તેની પ્રોડક્ટસ બાળકો માટે નુકસાનકારક છે. તે ભાગલાવાદી માનસિકતાને પ્રોત્સાહન આપે છે અને લોકશાહીને ખતરામાં મુકે છે.
આ ઈન્ટરવ્યૂ બાદ ઝુકરબર્ગે ખુલાસો કર્યો છે અને કહ્યુ છે કે, અમે પ્રોફિટ માટે લોકોને ગુસ્સો આવે તેવા કન્ટેન્ટને પ્રમોટ કરીએ છે તે વાત ખોટી છે. એવી કોઈ પણ બાબતને હું જાણતો નથી જેનાથી લોકો નારાજ થાય. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની ઘણી મદદ કરી છે. ફેસબૂકે લોકોની સુરક્ષા પર પુરૂ ધ્યાન આપ્યુ છે.SSS