પૈસા માટે કાર્યક્રમમાં આવ્યા, એ ન આપ્યાઃ લોકોનો આક્રોશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Yogi-1.jpg)
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ચંદૌલી જિલ્લામાં અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. સોશિયલ મીડિયામાં તેમના આ કાર્યક્રમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક પત્રકાર દ્વારા સવાલ પુછવામાં આવતા કાર્યક્રમમાંથી બહાર આવી રહેલા લોકોએ કહ્યું કે, અમે તો પૈસા માટે આવ્યા હતા અને આપવામાં પણ નથી આવ્યા.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પત્રકાર કાર્યક્રમમાંથી બહાર નીકળી રહેલી ભીડમાં સામેલ એક વ્યક્તિને સવાલ કરે છે કે શું તમે યોગી આદિત્યનાથને સાંભળવા માટે આવ્યા હતા? આ સવાલના જવાબમાં એક વ્યક્તિએ જણાવ્યું કે, અમને લોકોને આ જનસભામાં બોલાવવામાં આવ્યા હતા.
બળજબરીથી બોલાવવામાં આવ્યા હતા. પત્રકારે તમને કોના દ્વારા બોલાવવામાં આવેલા તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં રાશન વિભાગ તરફથી આવ્યા હોવાનું કહ્યું હતું.
આગળ એવો સવાલ કરવામાં આવ્યો કે, શું તમને બળજબરીથી બોલાવેલા, અહીં આવવાનું કોઈ કારણ નહોતું? તેના જવાબમાં અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, અમે લોકો અહીં પૈસા લેવા માટે આવ્યા હતા પરંતુ અમને પૈસા ન આપવામાં આવ્યા. પત્રકારે અહીં આવવાના પૈસા મળ્યા તેવો સવાલ કર્યો તેના જવાબમાં અકળાઈને એક વ્યક્તિએ કશું પણ ન આપવામાં આવ્યું તેમ કહ્યું હતું. આ દરમિયાન એક મહિલાએ ત્યાં આવવાનું કારણ પુછવામાં આવતા ખબર નહીં ફોન કરીને બોલાવવામાં આવેલા તેમ કહ્યું હતું.SSS