પોંડિચેરીમાં છાત્રાને સ્કાર્ફ હટાવાયા બાદ પ્રવેશ અપાયો
નવી દિલ્હી, કર્ણાટકના હિજાબ વિવાદના પડઘા હવે બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે. પોંડીચેરીમાં પણ હવે આ જ મુદ્દે વિવાદ થયો છે.અહીંયા એક સરકારી સ્કૂલમાં એક વિદ્યાર્થિનીને સ્કાર્ફ હટાવવા માટે કહેવાયુ હતુ અને એ પછી જ વર્ગમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.
જાેકે આ મામલો સામે આવતા જ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો.આ મામલો સાત ફેબ્રુઆરીનો હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
સ્કૂલમાં આ મામલો સામે આવતા વિરોધ પણ થયો હતો.વિદ્યાર્થીઓના એક જૂથનુ કહેવુ હતુ કે, આ વિદ્યાર્થીની ત્રણ વર્ષથી વર્ગમાં હિજાબ પહેરીને ભણે છે અ્ને અત્યાર સુધી તેને રોકવામાં આવી નહોતી.
બીજી તરફ સ્કૂલ સત્તાધીશોનુ કહેવુ છે કે, વિદ્યાર્થીની સ્કૂલના કેમ્પસમાં સ્કાર્ફ પહેરતી હતી અને આજે જ તેણે વર્ગમાં સ્કાર્ફ પહેરીને આવવાની કોશીશ કરી હતી.જેના પગલે તેને રોકવામાં આવી હતી. દરમિયાન વિરોધ કરનારાઓએ સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.SSS