પોક્સો એક્ટ હેઠળ રેપના આરોપીઓની દયા અરજીની જોગવાઈ હોવી જોઇએ નહીં: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, હૈદરાબાદ રેપ આરોપીઓના એન્કાઉન્ટર મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિવેદન આપ્યુ હતુ કે, પોકસો એક્ટ હેઠળ સજા મેળવનાર આરોપીઓને દયાની અરજીની જોગવાઇ હોવી જોઇએ નહીં. આ બાબતે સંસદે ચર્ચા કરવી જોઇએ. કોંવિદે મહિલા સુરક્ષાને એક ગંભીર મુદ્દો ગણાવ્યો, આ બાબતે ઘણુ કામ થયુ છે. દિકરીઓ પર થઈ રહેલા અત્યાચાર દેશના આત્માને હચમચાવી નાખે છે. મહિલાઓની સુરક્ષા માટે દિકરાઓને લાગણીશીલ બનાવવાની જવાબદારી દરેક નાગરીકની છે.
ઉલ્લેખનીય છે કે, તેલગાણાના હૈદરાબાદમા થયેલા ગેંગરેપ મર્ડરકેસમા આરોપીઓના એન્કાઉન્ટરની વચ્ચે નિર્ભયા કેસના આરોપી વિનય શર્માની દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલવામા આવી છે. ગૃહ મંત્રાલયે ફાંસીની સજાની માફીની માગનો અસ્વીકાર કરવામા આવ્યો છે. હવે આરોપીઓની દયાની અરજી પર આખરી નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ પહેલા જ દયાની અરજીને નાબૂદ કરી ચૂક્યા છે.