પોઝ આપી રહેલી શેફાલી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/shefali-zariwala-1024x576.jpg)
મુંબઈ: કાંટા લગા ગર્લ’ અને બિગ બોસ ૧૩ ફેમ શેફાલી જરીવાલા થોડા દિવસ પહેલા પતિ સાથે માલદીવ્સના વેકેશન પર ગઈ હતી. માલદીવ્સ વેકેશન દરમિયાનની ઘણી તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે બિકીની તેમજ શોર્ટ ડ્રેસમાં જાેવા મળી હતી. હવે તેણે માલદીવ્સ વેકેશનનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે.
જેમાં તે ક્રૂઝ પર પતિ સાથે ટાઈટેનિક પોઝ આપતી જાેવા મળી રહી છે. ક્રૂઝ પર શેફાલી જરીવાલાએ વાઈટ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તે સમયે પવનના કારણે તેનો ડ્રેસ સહેજ ઉંચો થઈ ગયો અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ. જાે કે, તેણે આ ક્ષણને ખૂબ કેઝ્યુઅલ રીતે હેન્ડલ કરી. ટ્રોલર્સ જાણે રાહ જાેઈને જ બેઠા હોય તેમ શેફાલીને ટ્રોલ કરી દીધી. એક યૂઝરે લખ્યું છે કે, ડ્રેસ થોડો લાંબો હોવો જાેઈએ, અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, કહાં લે જાયે હવાયે. જાે કે, એક્ટ્રેસેના ફેન્સે તેના વખાણ પણ કર્યા છે. કોઈએ તેને સુંદર તો કોઈએ તેને હોટ કહી છે. એક ફેને લખ્યું છે કે, તમે સાચે ગોર્જિયસ અને પ્રીટિ છો.
આ સિવાય કોઈએ ફાયર તો કોઈએ હાર્ટ ઈમોજી કોમેન્ટ સેક્શનમાં મૂકી છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, શેફાલી જરીવાલા રોહિત શેટ્ટીના શો ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી ૧૧ને લઈને ચર્ચામાં છે. ચર્ચા છે કે તે આ સ્ટંટ રિયાલિટી શોમાં ભાગ લેવાની છે. જાે કે, આ અંગે ન શોના મેકર્સે કે ન તો એક્ટ્રેસે પુષ્ટિ કરી છે. શેફારી જરીવાલા છેલ્લે રિયાલિટી શો બિગ બોસ ૧૩માં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી હતી. શેફાલી આલ્બમ સોન્ગ કાંટા લગાથી ફેમસ થઈ હતી. આ સોન્ગ તે સમયે હિટ રહ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં વાતચીત કરતાં શેફાલીએ કહ્યું હતું કે, આ સોન્ગ માટે તેને માત્ર ૭ હજાર રૂપિયા જ મળ્યા હતા.