પોડિચેરી તમિલનાડુ અને કેરલમાં થનાર મતદાનની તૈયારીઓ પુરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Pondicherry-scaled.jpg)
Files Photo
નવીદિલ્હી: તમિલનાડુ કેરલ અને પોડિચેરીની સાથે પશ્ચિમ બંગાળ અને આસામમાં ત્રીજા તબકકાની ચુંટણી માટે આવતીકાલે કડક સુરક્ષ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે તેના ચુંટણી પંચે તમામ તૈયારીઓ પુરી કરી લેવાાં આવી છે.
કેરલની ૧૪૦ વિધાનસભા બેઠકો,તમિલનાડુની ૨૩૪ વિધાનસભા બેઠક અને પોડિચેરીની ૩૦ વિધાનસભા બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે તમિલનાડુ કેરલ અને પોડિચેરીમાં એક જ તબકકામાં મતદાન થનાર છે.આ ત્રણ રાજયો ઉપરાંત પશ્ચિમ બંગાળની ૩૧ બેઠકો માટે ત્રીજા તબક્કાનું અને આસામની ૪૦ બેઠકો પર અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. તમિલનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠક અને કેરલની મલપ્પુરમ સંસદીય બેઠક પર પેટાચુંટણી પણ થશે.
તમિલનાડુના મતદારો એ વાતનો નિર્ણય કરશે કે રાજયમાં આ વખતે એઆઇએડીએમકે સતત ત્રીજીવાર જીત હાંસલ કરશે કે અહીં સત્તા પરિવર્તન થશે મુખ્યમંત્રી પલાનીસ્વામીના નેતૃત્વવાળી સત્તારૂઢ આઇએડીએમકે ત્રીજીવાર સત્તામાં યથાવત રહેવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જયારે ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિને પોતાના હરિફોને પરાજય આપવા પોતાનું તમામ જાેર લગાવી દીધુ છે.
એમએનએમ નેતા અને અભિનેતા કલમ હાસન કોયમ્બતુર દક્ષિણથી ચુંટણી લડી રહ્યાં છે.
આસામમાં યોજાનાર ત્રીજા અને અંતિમ તબક્કામાં ૨૫ મહિલાઓ સહિત કુલ ૩૩૭ ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત રાષ્ટ્રીય સ્તરના મોટા નેતાઓએ પોત પોતાની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.